16 ડિસેમ્બરના રોજ આઈપીએલ 2026નું મિની ઓક્શન અબુ ધાબુમાં યોજાશે. જેના માટે કુલ 1355 ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટ્રર કરાવ્યું છે. આ 1355 નામમાં 45 ખેલાડીઓ એ છે. જેમાંથી 2 ભારતીય ખેલાડીઓ છે. જ્યારે 43 વિદેશી ખેલાડીઓ છે. આ બધાની બેસ પ્રાઈઝ 2 કરોડ રુપિયા છે. આઈપીએલ 2026 માટે કુલ 77 ખેલાડીઓનો સ્લોટ ખાલી છે. જેમાંથી 31 સ્લોટ વિદેશી ખેલાડીઓના સામેલ છે.
સૌથી વધારે બેઝ પ્રાઈઝવાળા ખેલાડીઓ
રવિ બિશ્નોઈ અને વેંકટેશ ઐયર એ બે ભારતીય ખેલાડીઓ છે જેમણે IPL 2026 મીની ઓક્શન માટે પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા નક્કી કરી છે. આ સિવાય 2 કરોડની બેસ પ્રાઈઝવાળા 43 વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના કૈમરુન ગ્રીન,સ્ટીવ સ્મિથ, શોન એબટ, એસ્ટન એગર, કપૂર કોનોલી, જૈક ફ્રેઝર મૈક્ગર્ક, જોસ ઈંગ્લિસ, ઈંગ્લેન્ડના જેમી સ્મિથ, ગસ એટકિસન,ટોમ બૈટન,ટોમ કરન, લાયમ ડાઉસન, લાયમ લિવિગ્સ્ટન, બેન ડકેટ, ડૈનિયલ લોરેન્સ, અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહમાન અને નવીન ઉલ હક, ન્યુઝીલેન્ડના ડૈરિલ મિચેલ,રચિન રવિન્દ્રસ, માઈકલ બ્રેસવેલ,સાઉથ આફ્રિકાના ગેરાલ્ડ કોએત્ઝા, લુંગી એનગિડી, એનરિખ પણ છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પણ પોતાનું નામ નોંધાવ્યું છે. નવ IPLનો અનુભવ ધરાવતા શાકિબે પોતાની બેઝ પ્રાઈસ ₹1 કરોડ રાખી છે.
14 દેશોના ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા
કુલ 14 દેશોના વિદેશી ખેલાડીઓએ IPL 2026 મીની ઓક્શન માટે પોતાના નામ નોંધાવ્યા છે, જેમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ અને યુએસએનો સમાવેશ થાય છે. ભારતીય મૂળના મલેશિયન ક્રિકેટર વિરનદીપ સિંહે પણ એન્ટ્રી મેળવી છે. જમણા હાથના મલેશિયન ઓલરાઉન્ડરે પોતાની બેઝ પ્રાઈસ ₹30 લાખ રાખી છે.
77 સ્લોટ માટે રૂ 237.55 કરોડ
IPL 2026 માટે ખેલાડીઓને જાળવી રાખવાની અંતિમ તારીખ પછી, તમામ 10 IPL ફ્રેન્ચાઇઝીઓ પાસે હરાજી માટે કુલ ₹237.55 કરોડ બાકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી વધુ ₹64.30 કરોડ છે. તે પછી, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ₹43.40 કરોડ બાકી છે.
આ પણ વાંચો -IPL ઓક્શન પહેલા ગ્લેન મેક્સવેલે પંજાબ કિંગ્સનો છોડ્યો સાથ, અંગત કારણોસર થયો બહાર


