ક્રિકેટ લવર્સ આઈપીએલ સીઝન શરુ થવાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ સિવાય ક્રિકેટ ચાહકો માટે એક રોમાંચર સીઝન હોય છે. ચાહકો આ સિઝન દરમિયાન મેચનો ભરપુર આનંદ પણ માણતા હોય છે. આનું કારણ છે મેદાનમાં થતો રનનો વરસાદ છે.
IPLમાં બોલરોથી વધારે બેટ્સમેનો વધારે આકર્ષણનું કેન્દ્ર હોય છે. એટલા માટે કારણ કે, જે બોલનો ઉપયોગ આઈપીએલમાં થાય છે. જે બોલ જો બેટ્સમેનને પસંદ આવી ગયો તો બોલ બાઉન્ડ્રી બહાર જવા લાગે છે. હવે એક સવાલ છે કે, આઈપીએલમાં એવા ક્યા બોલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આની કિંમત શું છે? ચાલો જાણીયે
આ બોલની કીંમત શું હોય છે?
આઈપીએલમાં કૂકાબુરા બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ બોલ સફેદ રંગનો હોય છે. આ બોલનો ઉપયોગ માત્ર આઈપીએલ માટે નહી પરંતુ આઈસીસી ટૂર્નામેન્ટથી લઈ કોઈ દ્વિપક્ષીય સીરિઝમાં પણ થાય છે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ વ્હાઈટ બોલ ક્રિકેટ રમાઈ તો કૂકાબુરા બોલનો ઉપયોગ કરવામાં આવે છે. કૂકાબુરા બોલના ઈતિહાસ વિશે વાત કરીયે તો આની શરુઆત 1970ના દશકથી કરવામાં આવે છે.એટલે કે, જ્યારે વર્લ્ડ સિરીઝ ક્રિકેટ શરૂ થયું અને ડે-નાઈટ મેચનો કોન્સેપ્ટ આવ્યો, ત્યારે પહેલી વખત કૂકાબુરાએ વ્હાઈટ બોલ બનાવ્યો હતો.
બોલની વિશેષતા
આ બોલની લેધર ક્વોલિટી જેના કારણે આ બોલ ફેમસ છે. આ કારણે તમે આઈપીએલમાં સિક્સનો વરસાદ જોયો હશે.જો આપણે આ બોલની ડિઝાઈન પર નજર કરીએ તો, બોલની અંદરના બે લેયર હાથથી સીવેલા હોય છે. બોલ પર બાકીની બધી સિલાઈ મશીન દ્વારા કરવામાં આવે છે.
આઈપીએલની દરેક સીઝનની જેમ આઈપીએલ 2025માં પણ કુકાબુરા બોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બોલની કિંમતની વાત કરીએ તો અંદાજે 18000 રુપિયાનો હોય છે.


