એમ એસ ધોની ફરી એક વખત આઈપીએલ રમવા માટે તૈયાર છે. આ વખતે તેઓ 43 વર્ષની ઉંમરે મેદાન પર ધમાલ મચાવતા જોવા મળશે. પ્રેક્ટીસમાં પણ એમણે લાંબી લાંબી સિક્સો મારી હતી. આ તમામની વચ્ચે ધોનીની ફીટનેસ પર હરભજન સિંહે એક મોટો ખૂલાસો કર્યો છે.
IPL 2025 માં ફરી એક વખત ક્રિકેટ ફેન્સની નજર ધોની પર છે. વર્ષ 2019 માં ચેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમવાવાળા ધોની 43 વર્ષની ઉંમરે ચેન્નાઈ સુપર કીંગ્સ તરફથી મેદાન પર ઉતરશે. આ ઉંમરમાં કોઈ પણ ખેલાડી માટે આ લેવલ પર ક્રિકેટ રમવું સહેલું નથી. પરંતું ધોની આ વખતે પણ એકદમ ફીટ જોવા મળી રહ્યા છે અને ટ્રેનિંગ દરમિયાન પણ મહેનત કરી રહ્યા છે. હાલમાં એમના વિડીયો વાયરલ થયા છે તેમાં તેઓ લાંબા છક્કાઓ મારતા નજરે આવી રહ્યા છે. આવામાં દરેકના મનમાં એક જ સવાલ છે કે આ ઉંમરમાં પણ ધોની યુવા ખેલાડીઓને કઈ રીતે ટક્કર આપી રહ્યા છે? આ બાબતે હરભજન સિંહે મોટો ખૂલાસો કર્યો છે.
43 ની ઉંમરમાં આ રીતે બોલરોને ભારી પડી રહ્યા છે ધોની?
ધોની આ સિઝનની મેચ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. હરભજન સિંહે આ બાબતે વાત કરતા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ગઈ સિઝનમાં તેમનું પર્ફોમન્સ જોરદાર હતું. હું હાલમાં જ એક મિત્રના લગ્નમાં તેમને મળ્યો હતો. મેં પુછ્યું કે તમે જે કરી રહ્યા છો તમને અઘરું નથી લાગતું’ ? તેમણે કહ્યું, ‘અઘરું તો છે પણ આ એક વસ્તુ જ એવી છે જે મને કરવી ગમે છે. હું તેનો આનંદ લવ છું’. તેઓ બીજાની સરખામણીમાં કંઈક અલગ અને સારું કરી કરી રહ્યા છે એટલે જ બોલરો પર ભારી પડી રહ્યા છે.
હરભજને જણાવ્યો ધોનીની ફિટનેસનો રાઝ
હરભજન સિંહે જણાવ્યું હતું કે તેઓ સિઝનની શરૂઆતના 2-3 મહિના પહેલેથી જ પ્રેક્ટિસ શરૂ કરી દે છે. તેઓ સતત બોલનો સામનો કરતા રહે છે. તમે જેમ જેમ બોલિંગ સામે બેટિંગ કરો છો તેમ તેમ તમારો ફ્લો વધે છે. તેઓ સતત બેટિંગ કર્યા કરે છે. ચેન્નાઈમાં તેઓ 2-2, 3-3 કલાક બલ્લેબાજી કરે છે. તેથી જ તેઓ મેદાનમાં આવવાવાળા પહેલા અને મેદાન પરથી જવા વાળા છેલ્લા વ્યક્તિ હોય છે. તેમની ઉંમર અને અન્યોની ઉંમરમાં આ જ ફરક છે.
આકાશ ચોપડાએ ધોનીને વફાદાર ખેલાડી ગણાવ્યા
આકાશ ચોપડાએ ધોની વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે ‘મને એવું લાગે છે કે તેઓ પોતાના પ્રત્યે ખૂબ ઈમાનદાર છે. અમે બધા તેમને કહીયે છીએ કે તેઓ આટલી સારી બેટિંગ કરી રહ્યા છે તો બેટિંગ કરવા આગળ કેમ નથી આવતા? પરંતુ એમના મગજમાં ફીટ છે કે તેઓ 40 બોલ સુધી બેટિંગ નથી કરી શકતા


