આઈપીએલનો ઉદ્ઘાટન સમારોહમાં કરણ ઔજલા અને દિશા પટણીના નામ સામે આવ્યા છે. કેકેઆર વિરુદ્ધ આરસીબી મેચ કોલકતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં યોજાશે. ઓપનિંગ સેરેમનીમાં બોલીવુડના કલાકાર દર્શકોનું મનોરંજન કરશે. ઇન્ડિયન પ્રીમિયર લીગના 18ના સીઝન માટે દર્શકોનો ઉત્સાહ જોઇ શકાય છે. 22 માર્ચથી શરુ થનાર આઇપીએલ માટે ક્રિક્રેટરોએ તડામાર તૈયારીઓ શરુ કરી છે.
આઇપીએલ ઉદ્ઘાટન સમારોહ 2025
ઇન્ડિયન પ્રીમિયર લીગના 18ના સીઝન માટે દર્શકોનો ઉત્સાહ જોઇ શકાય છે. 22 માર્ચથી શરુ થનાર આઇપીએલમાં પ્રથમ મેચ કેકેઆર અને આરસીબી વચ્ચે રમાશે. આ મેચ પહેલા, આ મેદાન પર એક ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. જેમાં ઘણા બોલીવુડ સ્ટાર્સ પરફોર્મ કરશે. કલાકારોમાં ગાયક કરણ ઔજલા અને અભિનેત્રી દિશા પટણીના નામ પણ ઉભરી આવ્યા છે. KKR vs RCB મેચ માટે ટિકિટ ખરીદનારા ચાહકો વિરાટ કોહલીને બેટિંગ કરતા જોતા પહેલા સ્ટાર્સના પ્રદર્શનનો આનંદ માણી શકશે. IPL 2025નો ઉદ્ઘાટન સમારોહ મેચ શરૂ થવાના 1 કલાક પહેલા શરૂ થશે. આઇપીએલ ઉદ્ધાટન સમારોહમાં પંજાબી સિંગર કરણ ઔજલા અને અભિનેત્રી દિશા પટણી સાથે જ પર્ફોમ્સ આપશે. આ બંને કલાકાર એક સાથ એક પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઉપરાંત શ્રેયા ઘોષાલ પણ પોતાના અવાજનો જાદુ ચલાવશે.
IPL 2025 ઉદ્ઘાટન સમારોહની ટિકીટ
કોલકતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 22 માર્ચથી શરુ થનાર આઇપીએલમાં પ્રથમ મેચ કેકેઆર અને આરસીબી વચ્ચે રમાશે. આ મેચ માટે ઉદ્ધાટન સમારોહનું પણ ટિકીટ હશે. આ માટે ઓનલાઇન પણ ટિકીટ મેળવી શકાશે.
IPL 2025: ટીમ અને તેમના કેપ્ટનના નામ
દિલ્હી કેપિટલ્સ- અક્ષર પટેલ
સનરાઇઝર્સ હૈદરાબાદ- પૈટ કમિંસ
રોયલ ચેલેંજર્સ બેંગલુરુ- રજત પાટીદાર
રાજસ્થાન રોયલ્સ- સંજૂ સૈમસન
પંજાબ કિંગ્સ- શ્રેયસ અય્યર
લખનઉ સુપર જાયંટ્સ- ઋષભ પંત
મુંબઇ ઇન્ડિયસ- હાર્દિક પંડ્યા
કોલકત્તા નાઇટ રાઇડર્સ- અજિંક્ય રહાણે
ગુજરાત ટાઇટંસ- શુભમન ગિલ
ચેન્નઇ સુપર કિંગ્સ- ઋતુરાજ ગાયકવાડ


