આ અઠવાડિયે IPL શરૂ થઈ રહી છે અને રિલાયન્સ જિયો તેમના યુઝર્સને મોબાઇલ પર બધી મેચ મફતમાં જોવાની તક આપી રહ્યું છે. IPL શરૂ થાય તે પહેલા જ કંપની એક શાનદાર ઓફર લઈને આવી છે. આમાં, નવા અને જૂના બધા જ યુઝર્સને તેમના મોબાઇલ રિચાર્જ કર્યા પછી JioHotstar પર મફતમાં મેચ જોવાની તક મળશે. આ ઉપરાંત, આ ઓફર JioFiber અને JioAirFiber યુઝર્સ માટે પણ લાગુ પડે છે. આ ઓફરનો લાભ લેવા માટે જાણો શું કરવું પડશે.
Relience Jio ની સ્પેશિયલ ઓફર
Jio નવી ઓફર હેઠળ, Relience Jio તેના વપરાશકર્તાઓને 90 દિવસ માટે મફત Jio Hotstar સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે. આ ઓફરનો લાભ લેવા માટે, વપરાશકર્તાઓએ 299 રૂપિયા કે તેથી વધુનું કોઈ પણ રિચાર્જ કરાવવું પડશે. જેમાં દરરોજ ઓછામાં ઓછો 1.5GB ડેટા મળશે. આ ઉપરાંત, આ ઓફરનો લાભ 299 રૂપિયા કે તેથી વધુના રિચાર્જ સાથે નવા સિમ કાર્ડને સક્રિય કરીને પણ મેળવી શકાય છે. JioFiber અથવા JioAirFiber વિશે વાત કરીએ તો, આ વપરાશકર્તાઓને 50 દિવસ માટે મફત ટ્રાયલ આપવામાં આવી રહી છે.
Offer મર્યાદિત સમય માટે છે.
જિયોની આ ઓફર મર્યાદિત સમય માટે છે. આ ઓફર ૧૭ માર્ચથી ૩૧ માર્ચ સુધી માન્ય છે. જે વપરાશકર્તાઓ હમણાં રિચાર્જ કરી રહ્યા છે, તેમના માટે સબ્સ્ક્રિપ્શન 22 માર્ચથી સક્રિય થશે. જે વપરાશકર્તાઓએ 17 માર્ચ પહેલા રિચાર્જ કરાવ્યું છે તેઓ 100 રૂપિયાના એડ-ઓન પેકનો લાભ લઈ શકે છે. આ સબ્સ્ક્રિપ્શનમાં યુઝર્સ 4K ગુણવત્તામાં IPL મેચ સ્ટ્રીમ કરી શકશે.
વોડાફોન આઈડિયા પણ મફત સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે.
jioની જેમ, વોડાફોન આઈડિયા પણ Jio હોટસ્ટાર સબસ્ક્રિપ્શન મફતમાં આપી રહ્યું છે. કંપનીના 469 રૂપિયાના પ્લાનમાં 90 દિવસ માટે JioHotstar સબસ્ક્રિપ્શન આપશે છે. આ સાથે, દરરોજ 2.5GB ડેટા, દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલિંગ પણ મળશે


