- પશ્ચિમ બંગાળના નવા પોલીસ વડા જાહેર
- વિવેક સહાયને રાજ્યના પોલીસ વડાની જવાબદારી સોંપાઇ
- રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના DGP પદ પરથી હટાવ્યા હતા
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ચૂંટણી પંચે કેટલાક મોટા નિર્ણયો લીધા છે. EC એ પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (DGP) ને પણ હટાવી દીધા હતા. જેના ત્રણ કલાકમાં જ નવા પોલીસ વડાની જાહેરાત કરવામાં આવી છે.
વિવેક સહાયની પસંદગી
IPS રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના DGP પદ પરથી હટાવ્યા બાદ હવે વિવેક સહાયને રાજ્યના પોલીસ વડાની જવાબદારી સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ રાજીવ કુમારને 2016ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા કોલકાતા પોલીસના તત્કાલિન કમિશનર તરીકે બદલી કરવામાં આવ્યા હતા. જો કે, ચૂંટણી બાદ બંગાળ સરકારે તેમને તે જ પદ પર પુનઃસ્થાપિત કર્યા હતા.
ચૂંટણી પંચે શું કારણ આપ્યું?
ચૂંટણી પંચે બંગાળના ડીજીપી રાજીવ કુમારને લોકસભા ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે હટાવી દીધા હતા. ઉપરાંત, આયોગે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના સામાન્ય વહીવટી વિભાગોના સચિવોને હટાવ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનરો – જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ વચ્ચે પંચ દ્વારા આયોજિત બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે TMCએ ભાજપ પર પ્રહારો કર્યા હતા.


