ઈઝરાયલના ઓપરેશન રાઈઝિંગ લાયનનો ઈરાને જવાબ આપવાનું શરૂ કરી દીધુ છે. છેલ્લા ઘણા કલાકોમાં ઈઝરાયલના આકાશને હજારોની સંખ્યામાં ડ્રોન્સથી ભરી દેવામાં આવ્યું છે. ઈઝરાયલી એર ડુફેન્સ સિસ્ટમને તેને કોમ્બેટ કરવામાં ઘણી મહેનત કરવી પડી છે.
પોતાની મારવાની ક્ષમતા માટે જાણીતા શાહેદ-136 ઈઝરાયલ તરફ જતા દેકાઈ પડી રહ્યા છે. ઈરાની ડ્રોનની એડવાન્સ ફોજ વિશે આખી દુનિયા જાણે છે. સેનાના મુખ્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિનએ કહ્યું હતું કે છેલ્લા ઘણા કલાકોમાં ઈરાને ઈઝરાયલ તરપથી 100 થી વધુ ડ્રોન મોકલ્યા છે. અમારી તમામ રક્ષા પ્રણાલીઓ આ હુમલાને રોકલા માટે સક્ષમ છે.