મિડલ ઈસ્ટમાં હમાસ બાદ ઈઝરાયલનું ઈરાન સાથેનું યુધ્ધ ફરી શરૂ થયુ છે. બંને દેશોની લડાઈને લઈને આખી દુનિયા ચિંતામાં છે. ઈઝરાયલી હુમલાના જવાબમાં ઈરાન પણ પલટવાર કરી રહ્યું છે. આ વચ્ચે ઈરાને ઈઝરાયલની ખુફીયા એજન્સી મોસાદના હર્જલિયામાં આવેલા હેડ ક્વાટર્રને ધ્વસ્ત કરી નાખ્યું છે. તેહરાનના મિડીયાએ આ દાવો કર્યો છે.
ઈરાને ઈઝરાયલની ગુપ્ત એજન્સી મોસાદને ટાર્ગેટ કરી છે અને તેના મુખ્યાલયને ધ્વસ્ત કરી નાખ્યું છે. આ લઈને એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં હુમલા પછી આકાશમાં ઉઠતા ધુમાડાના ગોળા જોવા મળી રહ્યા છે. જેને લઈને તેહરાનના મિડીયા સંગઠનોએ દાવો કર્યો છે કે હર્જલિયાના મુખ્યાલય પર મિસાઈલો છોડવમાં આવી હતી. જો કે ઈરાનના દાવા પર ઈઝરાયલની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
5માં દિવસે યુધ્ધ શરૂ
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે પાંચમાં દિવસે પણ યુદ્ધ શરૂ છે. ઈરાને મંગળવારે તેલ અવીવમાં ઈઝરાયલની ગુપ્ત એજન્સી મોસાદના હેડક્વાર્ટર પર હુમલો કર્યો છે. આ સિવાય મિલિટ્રી ઈન્ટેલિજન્ટ્સ સાથે જોડાયેલી ખુફિયા એજન્સી અમનની બિલ્ડીંગને પણ નિશાન બનાવી છે. માર્યા ગયા ટોપ કમાન્ડરમાં મંજર જનરલ અલી શાદમાની પણ હતા.