ઈઝરાયલ પર ઈરાનના જવાબી હુમલાને લઈને ઈઝરાયલે મોટો ખુલાસો કર્યો છે. ઈઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે તેઓ મિસાઈલની સાથે સાથે ક્લસ્ટર બોમ્બ પણ છોડી રહ્યા છે. જેનાથી ઈઝરાયલમાં તબાહી મચી ગઈ છે. એક સાથે ઘણા ઠેકાણાઓને ધ્વસ્ત કરવા માટે ઈરાન આ બોમ્બનો ઉપયોગ કરી રહ્યું છે.
દુનિયામાં આ બોમ્બને ખૂબ ખતરનાક અને બદનામ માનવામાં આવે છે. યુદ્ધમાં આ બોમ્બના ઉપયોગ પર રોક લગાવવામાં આવી છે. એવામાં ઈરાનના આ પગલાએ ઈઝરાયલને મુશ્કેલીમાં મુકી દીધુ છે. ઈરાનના હુમલામાં અત્યાર સુધીમાં ઈઝરાયલના 25 નાગરિકોના મોત નિપજ્યા છે.
કેવી રીતે કામ કરે છે ક્લસ્ટર બોમ્બ?
ઈરાન હાલ બેલેસ્ટિક અને હાઈપરસોનિક મિસાઈલ દ્વારા ઈઝરાયલ પર હુમલાઓ કરી રહ્યું છે. મિસાઈલમાં જ ઈરાનના અધિકારીઓએ આ ક્લસ્ટર બોમ્બ ફીટ કરી દીધા છે. ઈરાની બેલેસ્ટિક મિસાઈલ હવામાં 7000 મીટરની ઉંચાઈ પર 20 અલગ અલગ રોકેટમાં વહેંચાઈ જાય છે. ત્યારબાદ આ 20 નાના નાના મિસાઈલ્સ ઈઝરાયલના 8 કિલોમીટરના એરિયાને નિશાના પર લે છે. જેના કારણે તેનાથી વધુ તબાહી થાય છે.
ક્લસ્ટર બોમ્બનો ઈતિહાસ
ક્લસ્ચર બોમ્બનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો. વિયતનામ યુદ્ધમાં અમેરિકાએ આ બમ દ્વારા ખૂબ તબાહી મચાવી હતી. ત્યારબાદ શીત યુદ્ધ દરમિયાન પણ આ બોમ્બ ચર્ચામાં હતો. ઈરાન ઈરાક યુદ્ધમાં પમ આ બોમ્બનો ખુબ ઉપયોગ થયો. ત્યારબાદ આખી દુનિયામાં આ બોમ્બની ચર્ચા થવા લાગી. 2008માં 94 દેશોએ આ સમજૂતી પર સાઈન કરી અને કહ્યું કે આ બોમ્બનો ઉપયોગ યુદ્ધમાં થસે નહી.