ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ચરમ સીમાએ પહોંચ્યું છે. બંને એકબીજાને તબાહ કરવાની કસમ ખાઈ ચૂક્યા છે. ઈઝરાયલે ઈરાનના 600 થી વધુ લોકોને મોતના ઘાટ ઉતાર્યા છે. હવે ઈરાન પણ પલટવાર કરે છે. ઈરાને આ વખતે એવી જગ્યા પર મિસાઈલ એટેક કર્યો છે જ્યાં તેના નાગરિકોનો જીવ બચાવવામાં આવે છે. ઈરાને ગુરુવારે ઈઝરાયલની સોરોકા હોસ્પિટલ પર મિસાઈલ એટેક કર્યો છે. ઈરાનના આ એટેકથી ઈઝરાયલમાં હાહાકાર મચી ગયો છે. લોકો પણ કાંપી ઉઠ્યા છે. ઈરાની હુમલામાં અત્યાર સુધીમાં 25 લોકો મૃત્યુ પામ્યા છે.
ઈરાને ગુરુવારે મિસાઈલથી સોરોકા મેડિકલ સેન્ટરને નિશાન બનાવ્યું છે. જે ઈઝરાયલના દક્ષિણ ભાગમાં આવેલી મુખ્ય હોસ્પિટલ છે. એટલે કે સાઉથ ઈઝરાયલનું સૌથી મોટુ મેડિકલ સેન્ટર છે. આ સારોકા હોસ્પિટલ પર ઈરાનની મિસાઈલ પડી અને હાહાકાર મચી ગયો. આ એટેકથી 10 લાખ લોકોના જીવ તાળવે ચોંટી ગયા. કારણકે આ હોસ્પિટલ 10 લાખ લોકોની લાઈફ લાઈન છે.
10 લાખ લોકોના જીવ તાળવે ચોંટ્યા
સોરોકા હોસ્પિટલની વેબસાઇટ અનુસાર, આ હોસ્પિટલમાં 1,000 થી વધુ બેડ છે. તે ઇઝરાયલના દક્ષિણના લગભગ 10 લાખ રહેવાસીઓને સેવાઓ પૂરી પાડે છે. એટલે કે, આ હોસ્પિટલમાં ઇઝરાયલના 10 લાખ લોકો સારવાર મેળવે છે.જો સોરોકા હોસ્પિટલ ઈરાની મિસાઈલથી સંપૂર્ણપણે નાશ પામી હોત, તો કલ્પના કરો કે ઈઝરાયલમાં 10 લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા હોત. હાલમાં, હોસ્પિટલ પરના હુમલામાં 25 લોકો મૃત્યુ પામ્યા છે અને સેંકડો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.