- પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાવાનું હવે નક્કી છે
- ઈરાનના ચાબહાર બંદરને લઈ ભારત-ઈરાન વચ્ચે કરાર થયા
- કાર્ગો અને અન્ય જહાજનું ચાબહાર બંદરથી સંચાલન થઈ શકશે
ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર બંદરને લઈ કરાર થયો છે. ભારત સરકારના મંત્રીએ આ ઐતિહાસિક કરાર પર સહી કરી છે. કરાર અનુસાર ચાબહાર બંદરનું જરનલ કાર્ગો અને કન્ટેનર ટર્મિનલ 10 વર્ષ માટે ભારતને મળ્યું છે.જો કે આના લીધે પાડોશી દેશો પાકિસ્તાન અને ચીનને મરચા લાગવા નક્કી છે.
ભારત-ઈરાન વચ્ચે ચાબહારને લઈ કરાર
ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર બંદરને લઈ 10 વર્ષના કરાર પર સહી કરવામાં આવી છે. આ સમારોહમાં ભારત તરફથી બંદર અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ સામેલ થયા. ચાબહાર વિદેશમાં ભારત સરકાર દ્વારા સંભાળવામાં આવતો પ્રથમ બંદર બની ગયો છે. ભારતે ચાબહારના વિકાસ માટે 250 મિલિયન ડોલરનું ક્રેડિટ વિન્ડોની પણ ઓફર આપી છે. વર્તમાનમાં ચાબહાર બંદરને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ ટ્રાંસપોર્ટ બન્યો છે. આ બધાને એક કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. જેમાં ઈરાનના માધ્યમથી રશિયાની સાથે ભારતનું જોડાણ એકદમ સરળ થઈ જશે.
ભારતને ચાબહારથી શું લાભ થશે
ચાબહાર બંદરનો લાભ લઈ દેશનું લક્ષ્ય પાકિસ્તાનને અલગ પાડીને અફઘાનિસ્તાન અને એનાથી આગળ મધ્ય એશિયા સુધી ભારતની પહોંચ ઊભી કરવાની છે. ચાબહાર બંદર ભારત માટે રણનીતિક મહત્ત્વ રાખે છે. કારણ કે, આ દેશને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરેશિયન વિસ્તારથી જોડવાનું એક મહત્ત્વપૂર્ણ કડીના રૂપમાં કાર્ય કરે છે. આ ઉપરાંત આ પહેલને પાકિસ્તાના ગ્વાદર બંદર અને ચીનના બેલ્ટ પ્રત્યે બેલેન્સના રૂપમાં જોવામાં આવે છે.


