- બંકરને 20 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું
- મોટા હુમલાની સામે સુરક્ષા આપવામાં સક્ષમ છે આ બંકર
- હાનિયાના મોત બાદ વધતા હુમલાની શક્યતાને લઈને તૈયારીઓ
ઈરાન અને ઈઝરાયેલની તરફથી મળી રહેલી ધમકીઓની વચ્ચે યરૂશલેમમાં એક અંડરગ્રાઉન્ડ બંકર તૈયાર કરાયું છે. અહીં સીનિયર લીડર યુદ્ધ સમયે લાંબા સમય સુધી રહી શકે છે. આ બંકરને હિજબુલ્લાહ અને ઈરાનની તરફથી ઈઝરાયેલ પરના હુમલાને ધ્યાનમાં રાખીને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. તો જાણો ક્યારે બન્યું હતું આ બંકર.
ક્યારે બન્યું હતું બંકર
બંકરને 20 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. તે હથિયારની સાથે થતા હુમલાની સામે સુરક્ષા આપી શકે છે. તેમાં કમાન્ડ અને કંટ્રોલની ક્ષમતા છે. તે તેલ અવીવમાં રક્ષા મંત્રાલયના મુખ્યાલયની સાથે જોડાયેલું છે.
ગાઝા યુધ્ધ સમયે નહતો થયો બંકરનો ઉપયોગ
આ બંકરને નેશનલ મેનેજમેન્ટ સેન્ટરના નામે પણ ઓળખવામાં આવે છે. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધના છેલ્લા 10 મહિનામાં તેનો ઉપયોગ કરાયો ન હતો. જો કે હવે પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂ અને અન્ય સીનિયર લોકોના ઉપયોગને માટે તેને તૈયાર કરી લેવાયું છે કેમકે મધ્ય પૂર્વમાં વધી રહેલા ટેન્શનની વચ્ચે ઈઝરાયેલ ઈરાન અને હિઝબુલ્લાહના હુમલા થઈ શકે છે.
હાનિયાની હત્યા માટે ઈઝરાયેલ દોષી
ઉલ્લેખનીય છે કે તેના લેબનાની સહયોગી હિઝબુલ્લાહ અને પેલેસ્ટાઈની ગ્રૂપ હમાસે ગયા અઠવાડિયે તેહરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યો છે. હાનિયાની હત્યાની પાસે હિઝબુલ્લાહના સૈન્ય પ્રમુખ ફુઆદ શુકરની હત્યાના થોડા કલાકો બાદ થઈ. ઈઝરાયેલે શુકરની હત્યાની જવાબદારી લીધી છે પરંતુ અધિકૃત રીતે હાનિયાને લઈને કોઈ ટિપ્પણી કરી નથી.
ઈઝરાયેલ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ રવિવારે કહ્યું કે તેમનો દેશ ઈરાન અને તેમના સમર્થનકારી સમૂહની સાથે અનેક મુદ્દે યુદ્ધ લડી રહ્યા છે. તેઓએ કેબિનેટ બેઠકમાં કહ્યું કે ઈઝરાયેલ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.


