- ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ
- કોઈપણ સમયે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરી શકે તેવી સંભાવના
- 1979માં ઈરાની ક્રાંતિ બાદ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધ્યો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાન કોઈપણ સમયે ઈઝરાયેલ પર હુમલો કરી શકે તેવી અટકાળો ચાલી રહી છે. ઈરાનની સેના આ હુમલા માટે તેના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીની મંજૂરીની રાહ જોઈ રહી છે. આ બન્ને દેશ વચ્ચે કોઇ પણ સમયે યુદ્ધનું મંડાણ થઇ શકે તેવા વાવડો ચર્ચાઇ રહ્યા છે.
મળતી માહિતી મુજબ ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું તણાવ એ આગામી 48 કલાક માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. મધ્ય પૂર્વના આ 2 દેશો વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે લગભગ ચાર દાયકાથી પ્રોક્સી વોર ચાલી રહી છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. આજે અમે તમને ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા સંઘર્ષ યથાવત છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવના આ મહત્વપૂર્ણ મુદ્દાઓ ખાસ
- મધ્ય પૂર્વના આ બે દેશો વચ્ચે લાંબા સમયથી વૈચારિક મતભેદો રહ્યા
- બંને દેશો વચ્ચે ભૌગોલિક અને ઐતિહાસિક તફાવતો પણ રહ્યા
- ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સમયાંતરે હિતોનો સંઘર્ષ પણ જોવા મળ્યો
- ઈઝરાયેલ દાવો કર્યો છે કે, ઈરાન તેની વિરુદ્ધ લડતા જૂથોને સમર્થનમાં
- ઈરાને દાવો કર્યો છે કે ઈઝરાયલે તેની ગુપ્ત સૈન્ય કાર્યવાહીના કારણે દુશ્મનાવટ કર્યો
- ઈઝરાયેલે ઈરાની સેનાના ઘણા કમાન્ડરોને નિશાન બનાવ્યા હોવાનો દાવો
ઈરાન અને ઈઝરાયેલને એક-બીજા પર હુમલા અંગે પૂછવામાં આવે છે, તો બંને દેશે આ વાત કરવામાં દુરી બનાવી રહ્યા છે. જ્યારે ઈરાન ઈઝરાયલને દોષી ઠેરવે છે, ત્યારે ઈઝરાયેલ ઈરાન પર દોષારોપણ કરતું રહે છે. તણાવના કારણે બંને દેશો અલગ-અલગ જૂથોને સમર્થન આપે છે. ઈરાન સીરિયાને સમર્થન આપે છે. તેની સાથે તે લેબનીઝ જૂથ હિઝબુલ્લાહને પણ મદદ કરે છે. બીજી તરફ ઈઝરાયેલ સીરિયાનો વિરોધ કરે છે અને તે હિઝબુલ્લાહ જૂથને જોવા પણ ઈચ્છતું નથી.
કેવી રીતે શરૂ થઈ બંને દેશો વચ્ચે દુશ્મનાવટ?
- ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 1979માં દુશ્મનાવટની શરૂઆત થઈ
- ઈરાની ક્રાંતિ દરમિયાન ઈરાનના શાહ, જે ઈઝરાયેલના સાથી ગણાતા હતા
- ઈરાનના શાહને ગાદી પરથી હટાવવામાં આવ્યા હતા.
- ઈરાનના શાહની હકાલપટ્ટી પછી દેશમાં ઈસ્લામિક રિપબ્લિકની સ્થાપના થઈ
- ઈરાનના સર્વોચ્ચ નેતાની ગાદી આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીને સોંપવામાં આવી
- આયાતુલ્લા રૂહોલ્લાના સમયથી ઈરાનનું વલણ ઈઝરાયેલ વિરોધી બનવાનું શરૂ થયું
- વર્ષો જૂની વાત-વિવાદને કારણે બંને દેશો વચ્ચે દુશ્મનાવટની શરૂઆત થઈ
ઈરાનના પરમાણુ કાર્યક્રમનો કેમ વિરોધ કરાયો
ઈરાન સાથે તણાવ શરૂ થયા બાદ ઈઝરાયલે પોતાને સક્ષમ બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આ જ કારણ છે કે, ઈઝરાયેલ ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરતું રહ્યું છે. ઈઝરાયેલને ડર છે કે, જો ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો છે તો તે તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો કે, ઈરાન વારંવાર કહે છે કે તે પરમાણુ સંબંધિત ટેકનોલોજીનો ઉપયોગ વીજળી પેદા કરવા જેવા શાંતિપૂર્ણ હેતુઓ માટે જ કરી રહ્યું છે. એકબીજાના કટ્ટર વિરોધી હોવાને કારણે ઈઝરાયેલને ઈરાન પર બિલકુલ વિશ્વાસ નથી.
1979માં ઈરાની ક્રાંતિ બાદ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધ્યો
ઈરાન અને ઈઝરાયેલ દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશની પરિસ્થિતિનું કારણે એ છે કે, ઈરાને ઈઝરાયેલ સાથેના તમામ રાજદ્વારી અને વ્યાપારી સંબંધો તોડી નાખ્યા. બંને દેશો વચ્ચે આ તણાવ લગભગ 1990 સુધી ચાલુ રહ્યો. લગભગ 11 વર્ષ સુધી બંને દેશો દ્વારા એકબીજાને નબળા પાડવા અને નુકસાન પહોંચાડવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે 1979માં ઈરાની ક્રાંતિ બાદ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જાણવા મળી રહ્યું છે કે, 1991માં ગલ્ફ વોર દરમિયાન બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે મધ્ય પૂર્વના અન્ય દેશો પર તેની અસર થવા લાગી હતી. 2006ના લેબનોન યુદ્ધમાં ઈરાને તેને સમર્થન આપ્યું હતું જ્યારે ઈઝરાયેલ તેની વિરુદ્ધ હતું. તાજેતરના વર્ષોમાં, ઈરાન ઈરાક, પાકિસ્તાન, સીરિયા સહિત તેના જૂથના ઘણા દેશોને બેકડોર સપોર્ટ આપી રહ્યું છે, જેના કારણે ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો છે.
.


