- ઈરાન દ્વારા જપ્ત કરાયેલ જહાજમાં 17 ભારતીય ક્રૂ મેમ્બર્સ
- ભારતીયોની ભારત સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠકને લીલી ઝંડી
- પ્રતિનિધિઓની બેઠક અંગેની માહિતી ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે
ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ભારે અસ્થિરતાનો માહોલ છે. આ હુમલાથી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. આવી સ્થિતિમાં ભારત સરકારે ઈરાન દ્વારા પકડાયેલા ઈઝરાયેલના જહાજમાં સવાર 17 ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. હવે સમાચાર છે કે ઈરાન સરકારે આ ભારતીયોની ભારત સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠકને લીલી ઝંડી આપી દીધી છે.
ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાનું કહેવું છે કે તેહરાન ટૂંક સમયમાં જ ભારતીય સરકારી અધિકારીઓને MSC Aries જહાજમાં સવાર ભારતીયોને મળવાની મંજૂરી આપશે. ઈરાનના વિદેશ મંત્રીનું કહેવું છે કે તેમની સરકાર પકડાયેલા જહાજની વિગતો એકઠી કરી રહી છે. 17 ભારતીયો સાથે ભારત સરકારના પ્રતિનિધિઓની બેઠક અંગેની માહિતી ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.


