ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા તણાવ પર આખી દુનિયાની નજર છે. હાલમાં જ ઈરાને ઈઝરાયલ પર ફતહ-1 નામની હાઈપરસોનિક મિસાઈલથી હુમલો કર્યો હતો. આ મિસાઈલ ઈરાને પહેલી વખત 2024માં દુનિયાને બતાવી હતી. હવે તેનો ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવ્યો છે.
શું છે ફતહ-1 મિસાઈલ?
ફતહ-1 ઈરાનની પહેલી હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ છે. જેને ઈરાનની સેનાના ખાસ IRGCએ બનાવી છે. તેને પહેલી વખત 2023માં બતાવવામાં આવી હતી અને 2024માેં ઈઝરાયલ પર હુમલો કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જમીનથી જમીન પર હુમલો કરવાવાળી મિસાઈલ છે. તે એટલી ઝડપી અને સટિક છે કે દુશ્મનની સુરક્ષા સિસ્ટમ તેને પકડી શકતી નથી
સુપરફાસ્ટ સ્પીડ ઃ આ મિસાઈલ 16,000 થી 18,500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે, જે અવાજની ગતિ કરતા લગભગ 13 થી 15 ગણી વધારે છે. આટલી ઝડપી હોવાને કારણે તેને ટ્રેક કરવી અને રોકવી ખુબ મુશ્કેલ છે. આ મિસાઈલ તેલ અવીવ સુધી ફક્ત 6-7 મિનીટમાં પહોંચી શકે છે.
લાંબી રેન્જ – આ મિસાઈલની મારકવાની ક્ષમતા 1400 કિલોમીટર સુધીની છે. એટલે કે ઈઝરાયલ , સાઉદી અરબ અને મધ્યપૂર્વના ઘણા દેશોમાં સરળતાથી પહોંચી શકે છે.
ચોક્કસ નિશાન – ફતહ 1 માં એડવાન્સ નેવિગેશન સિસ્ટમ અને સટિક દિશા-નિર્દેશનની ટેકનિક લાગેલી છે. તે પોતાના ટાર્ગેટને 10 મીટરના અંતરમાં મારી શકે છે.
હાઈપરસોનિક ચકમા – આ મિસાઈલ ઉડાન દરમિયાન વાયુ મંડળના અંદર અને બહાર બંને તરપથી દિશા બદલી શકે છે. તેનો આ અનિયમિત રસ્તો દુશ્મનની રડાર અને ડિફેન્સ સિસ્ટમને દગો આપવામાં મદદ કરી શકે છે.
વોર હેડ ક્ષમતા – ફતહ-1 મિસાઈલ 460 કિલોગ્રામ સુધીનો વિસ્ફોટક લઈને જઈ શકે છે. આટલી મોટી માત્રા કોઈ પણ ટાર્ગેટને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે.
સ્વદેશી ટેકનિક – ઈરાનનું કહેવું છે કે ફતહ-1 પુરી રીતે દેશમાં બનેલી મિસાઈલ છે. ભલે તેના પર આંતરાષ્ટ્રીય પ્રતિબંધ લાગ્યા હોય. ઈરાને તેની મિસાઈલ ટેકનોલોજીને સતત મજબૂત બનાવી છે.
ફતહ-1 મિસાઈલ ઈઝરાયલ માટે નવી ચેતવણી –
ઈરાન અને ઈઝરાયલના વધતા જતા તણાવ વચ્ચે ઈરાનની ફતહ-1 હાઈપરસોનિક મિસાઈલને વિશ્વ કક્ષાએ ધ્યાન ખેંચ્યું છે. આ મિસાઈલ હવે ઈઝરાયલની જાણીતી ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમ અને એરો-3 માટે મોટી ચેતવણી બની જશે.