ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલી વાયુ સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઈરાનના એક F-14 ફાઈટર જેટને નિશાનો બનાવી ફક્ત 2 સેકેન્ડમાં જ પૂરી રીતે તેને તબાહ કરી દે છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં સાફ જોવા મળે છે કે કેવી રીતે ટારગેટ લોક થતાં જ મિસાઈલ છૂટે છે અને થોડી જ સેકેન્ડોમાં ફાઈટર જેટમાં આગ લાગી જાય છે. કહેવાય રહ્યું છે કે, આ હુમલો એર-ટૂ-એર મિસાઈલ કે ડ્રોન વડે કરવામાં આવ્યો છે.
ઈઝરાયલી વાયુ સેનાએ એક્સ પર વીડિયો શેર કરીને કરી આ વાત
એક્સ પર વીડિયો શેર કરી ઈઝરાયલી વાયુ સેનાએ લખ્યું હતું કે, ઈઝરાયલી સેનાએ થોડા સમય પહેલા ઈરાનના વચ્ચોવચ વાળા વિસ્તારમાં ત્રણ F-14 ફાઈટર જેટને નિશાનો બનાવી ત્યાં હુમલો કર્યો હતો અને તેને તબાહ કરી દીધો હતો. ઈઝરાયલીના આ વિમાનો ઈરાનના ઘણા લશ્કરી ઠેકાણાઓ પર પણ હુમલો કર્યો હતો. હજુ સુધી આ ઘટનાની જાણકારી ઈરાનની તરફથી આવી નથી પરંતુ, ઈઝરાયલી સેનાએ F-14 ફાઈટર જેટને પૂરી રીતે તબાહ કરી દીધો તેવો દાવો કર્યો છે અને વીડિયો પણ શેર કર્યો છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 10માં દિવસે પણ યુદ્ધ ચાલું
AFPના અહેવાલ મુજબ, રવિવારના રોજ ઈરાની સેનાએ કહ્યું છે કે તેણે ઈઝરાયલ પર હુમલો કરવા માટે મોટી સંખ્યામાં સુસાઈડ ડ્રોન મોકલ્યા છે. અલી મોહમ્મદ નૈનીએ ઈરાની ટીવી પર જણાવ્યું હતું કે, અમારા ડ્રોન ઘણા કલાકોથી ઈઝરાયલના વિવિધ વિસ્તારો તરફ ઉડાન ભરી રહ્યા છે અને તેમના ખાસ સ્થળોને નિશાન બનાવશે. બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે.