- તાજેતરમાં ઈરાનમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના નિધન પછી ચૂંટણી યોજાઈ રહી છે
- સઈદ જલીલી અને મસૂદ પેઝેશ્કિયન વચ્ચે મુખ્ય રાષ્ટ્રપતિની ચૂંટણી
- જેલમાં બંધ નોબલ પુરસ્કાર વિજેતા સહિત ઘણા લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે
ઈરાનમાં તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના નિધન પછી શુક્રવારે દેશમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં મુખ્ય હરિફ કટ્ટરપંથી પરમાણુ વાર્તાકાર સઈદ જલીસીસ અને સુધારવાદી મસૂદ પેઝેશ્કિયન વચ્ચે છે. આની પહેલા 28 જૂને મતદાનના પ્રારંભિક સમયમાં કોઈપણ ઉમેદવારને 50 ટકાથી વધુ વોટ નહોતા મળ્યા. કોઈપણ ઉમેદવારને 50 ટકાથી વધુ વોટ ન મળવાને લીધે ઈરાનમાં ફરીથી મતદાન કરવામાં આવી રહ્યું છે. જેલમાં બંધ નોબેલ પુરસ્કાર વિજેતા નરગિઝ મોહમ્મદી સહિત ઘણા લોકોએ ચૂંટણીના બહિષ્કારનું આહ્વાન કર્યું છે.
આ લોકોની વચ્ચે સ્પર્ધા છે
ઈરાનમાં મતદાતાઓને કટ્ટરપંથી પરમાણુ વાર્તાકાર સઈદ જલીલી અને હાર્ટ સર્જન તેમજ લાંબા સમયથી રહેલા સાંસ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે ચૂંટણી યોજાઈ કહી છે. મસૂદ પેઝેશ્કિયને સુધારવાદીઓ અને ઈરાનના શિયા ધર્મતંત્રમાં ઉદારવાદીઓની સાથે પોતાને જોડયો છે. દેશના ગૃહમંત્રી અહમદ વહીદ પાસે ચૂંટણી પ્રક્રિયાને સમાપ્ત કરાવાની જવાબદારી છે અને તેમને કહ્યું કે મતદાન કેન્દ્ર સવારે આઠ વાગ્યે ખુલી ગયા છે
આયતુલ્લા અલી ખામેનેઈએ મતદાન કર્યું
ઈરાન દેશના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈએ પોતાના આવાસમાંમ મતદાન કર્યું હતું. તેમને જણાવ્યું કે મને જાણવા મળ્યું છે કે લોકોમાં પહેલા કરતાં વધુ ઉત્સાહ છે. લોકો મતદાન કરે અને સારા ઉમેદવારને ચૂંટી કાઢે.
કોણે શું કહ્યું?
ચૂંટણી ઈરાનના સ્થાનિક સમય પ્રમાણે સાંજે છ વાગ્યે સમાપ્ત થશે. પરંતુ ભાગીદારી વધારવા પારંપરિક રેત આને મધ્યરાત્રી સુધી વધારી દેવામં આવ્યું છે. પેઝેશ્કિયનના ટેકેદારે ચેતવણી આપી છે કે જલીલી જીતશે તે તહેરાનમાં તાલિબાન જેવી સરકાર લાવશે. જ્યારે જલીલીએ પેઝેશ્કિયન સામે ભય ફેલાવવાનો આરોપ મૂક્યો છે.


