- ઈરાને આ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી
- હમાસના વડા ઈસ્માઈલ હાનિયાનું એર સ્ટ્રાઈકમાં મોત
- નિવાસસ્થાન પર થયેલા હુમલામાં હાનિયાના બોડીગાર્ડનું પણ મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે નવો વળાંક આવ્યો છે. ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાનું એર સ્ટ્રાઈકમાં મોત થયું છે. તેના નિવાસસ્થાન પર થયેલા હુમલામાં હાનિયાના બોડીગાર્ડનું પણ મોત થયું હતું. પરંતુ, આ ઘટના બાદ ઈરાને ઈઝરાયેલને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના પૂર્વ કમાન્ડર મોહસેન રેઝાઈએ કહ્યું છે કે ઈઝરાયલે હાનિયાની હત્યાની ભારે કિંમત ચૂકવવી પડશે.
ઈરાને આ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું છે કે ઈઝરાયેલની આ કાર્યવાહીથી તેની સામે કાર્યવાહીનો આધાર તૈયાર થઈ ગયો છે. તેની (હાનિયાની) હત્યાનો બદલો લેવાની આપણી ફરજ છે. ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકમાં તેઓ શહીદ થયા હતા. તે સ્પષ્ટ છે કે ઈરાને ઈઝરાયેલ વિરુદ્ધ સંપૂર્ણ આક્રમક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે, ઈરાનના વલણ પર ઈઝરાયેલ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.
એક મોટો પ્રશ્ન એ છે કે જો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થાય તો કોના પર વિજય મેળવશે? નિષ્ણાતોના મતે ઈરાનની મિસાઈલ શક્તિ ઈઝરાયેલને પછાડી શકે છે. ગ્લોબલ ફાયર પાવર ઈન્ડેક્સ 20214 અનુસાર, ઈરાન 14માં અને ઈઝરાયેલ 17માં ક્રમે છે. ઈરાન સૈનિકોની બાબતમાં ઈઝરાયેલ કરતા આગળ છે. ઈઝરાયેલ પાસે 1.69 લાખ સક્રિય સૈનિકો અને 4.65 લાખ અનામત સૈનિકો છે. તે જ સમયે ઈરાનમાં 6.1 લાખ સક્રિય અને 3.5 લાખ રિઝર્વ સૈનિકો છે.


