- રાજકોટથી શરૂ થનારી યાત્રા 9 રાત્રિ અને 10 દિવસની રહેશે
- આ યાત્રા 20થી 29 ઓગસ્ટ (9 રાત્રિ- 10 દિવસ) માટે હશે
- ટુર પ્રોગ્રામની માહિતી અને બુકિંગ માટે નંબર જાહેર કર્યા
શ્રાવણ મહિનામાં સાત જ્યોતિર્લિંગના દર્શન માટે IRCTC દ્વારા શ્રાવણ સ્પેશિયલ ટ્રેન શરૂ કરાવવામાં આવી રહી છે. આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ 20થી 29 ઓગસ્ટ એટલે કે (9 રાત્રિ- 10 દિવસ) માટે રહેશે. આ ટ્રેન રાજકોટથી પ્રસ્થાન થઈ રહી છે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, વિરમગામ, સુરેન્દ્રનગર, નડિયાદ, ચાંદલોડિયા, આણંદ, છાયાપુરી (વડોદરા), ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ અને નાગદાથી બેસી શકશે. આ ટ્રેન યાત્રામાં મહાકાલેશ્વર, ત્ર્યંબકેશ્વર, ઓમકારેશ્વર, પરલી વૈજનાથ, ભીમાશંકર, ગ્રિષ્ણેશ્વર, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવાનો લાભ મળશે. સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર) માટે 20,900, કમ્ફર્ટ ક્લાસ-3 AC માટે 34500 અને સુપિરિયર ક્લાસ- 2AC માટે 48900 કિંમત નક્કી કરવામાં આવી છે.
મુસાફરોને સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસાશે
IRCTC દ્વારા શરૂ કરવામાં આવનાર શ્રાવણ સ્પેશિયલ ટ્રેનમાં ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે મુસાફરોને ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ ટૂર પેકેજની કિંમતમાં, IRCTC મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત લેટેસ્ટ કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. બસ દ્વારા પ્રવાસન સ્થળોની મુલાકાત, હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે.
9 રાત્રિ અને 10 દિવસના ટૂરનું બુકિંગ શરૂ
IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. હવે પેકેજ “બુક કરો EMI”થી આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. બુકિંગ માટે IRCTCની વેબસાઇટ (www.irctctourism.com) પર લોગીન કરી ઓનલાઈન ટૂર પેકેજ બુક કરી શકાય છે. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે IRCTCની ઓફિસ 502, 5મો માળ, પેલિકન બિલ્ડિંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, આશ્રમ રોડ, અમદાવાદ 380009માં સંપર્ક કરી શકો છો. રસ ધરાવતા પ્રવાસીઓ ટુર પ્રોગ્રામ માટે WhatsApp (9653661717) અથવા ઇ-મેઇલ- roadi@irctc.com પર કરી શકો છો.
ટુર પ્રોગ્રામની માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં નીચેના ફોન નંબર પર સંપર્ક કરી શકશે
અમદાવાદ: 079-29724433/49190037, 9321901849, 9321901851, 7021090572, 7021090626
વડોદરા: 7021090626, 7021090837
રાજકોટ: 7021090612, 9321901852
સુરત: 7021090498, 9321901851, 7021090644


