- ખંડેરી સ્ટેડિયમમાં 3 DySP, 3 PI, 4 PSI રહેશે ઉપસ્થિત
- મહિલા પોલીસ, ટ્રાફિક અને TRB જવાનો પણ તૈનાત
- CCTV સર્વેલન્સની ટીમ પણ કરશે સતત મોનિટરિંગ
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાનારી ત્રીજી ટેસ્ટ મેચને લઈને ભારતની ટીમના ખેલાડીઓ રાજકોટ ખાતે પહોંચી ગયા છે. ભારતીય ખેલાડીઓ રાજકોટમાં આવ્યાં હોય જેને લઇને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. એવામાં બંને ટીમ એક એક ટેસ્ટ મેચ જીતી ચૂકી છે. ત્યારે આ સીઝનની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાવાની છે.
પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો
15 ફેબ્રુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. જેને લઇને રાજકોટમાં આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજકોટમાં યોજાનાર ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ખંઢેરી સ્ટેડિયમ ખાતે 242 પોલીસ જવાનો તૈનાત રહેશે. જ્યારે 3 DYSP, 3 PI, 4 PSI, 24 પોલીસ જવાનો, 84 મહિલા પોલીસ , 38 ટ્રાફિક પોલીસ, 33 TRB જવાનો તૈનાત રહેશે. તે સિવાય રાજકોટ સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં VVTV સર્વેલન્સ ટીમ દ્વારા મોનિટરીંગ પણ કરવામાં આવશે.
11 ફેબ્રુઆરીએ ભારતીય ખેલાડીઓ રાજકોટ પહોંચ્યા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાવાની છે. આવતીકાલે 15 ફેબ્રુઆરીથી આ ટેસ્ટ મેચ શરૂ થવાની છે જેને લઈને 11 તારીખે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રાજકોટ ખાતે પહોંચ્યી ગયાં છે. મોડી સાંજે ખેલાડીઓ રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં અને ત્યારબાદ તેઓ મોટર માર્ગે શહેરની હોટલ ખાતે આવી પહોંચ્યા હતાં.
રાજકોટના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ
ત્રીજી ટેસ્ટ મેચને લઈને ભારતીય ખેલાડીઓ રાજકોટમાં આવ્યા હોય જેને લઇને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હોટલની બહાર પ્લેયર્સને જોવા માટે ઉમટી પડ્યા હતા.


