- ગુસ્સો એક જબરદસ્ત તીવ્રતા છે; તે એક એવી તીવ્રતા છે જે તમને નુકસાન પહોંચાડે છે. તે એક એવી તીવ્રતા છે જે તમને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે
ગુસ્સો એ એક ખૂબ જ સરસ વસ્તુ હોવી જોઈએ, કારણ કે ઘણાબધા લોકો તે કરે છે! જોકે, તેઓએ તે પોતાની ઇચ્છાથી નથી કર્યું, તેઓ મજબૂર થઈને તેમાં પડ્યા છે; તે જ સમસ્યા છે અથવા એક રીતે, તેઓએ તેને અજાગરૂકપણે પસંદ કર્યું છે, કારણ કે મોટાભાગના લોકો માટે, તેમના જીવનની સૌથી તીવ્ર ક્ષણો પીડાની અથવા ગુસ્સાની હોય છે. આ બે જ તીવ્રતા છે જેને તેઓ જાણે છે અને દરેક મનુષ્ય હંમેશાં તીવ્રતાની ઝંખના કરે છે.
થ્રિલર્સ, એક્શન મૂવીઝ અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ એટલી લોકપ્રિય છે તેનું કારણ એ છે કે લોકો ક્યાંક ને ક્યાંક થોડી તીવ્રતા ઇચ્છે છે. નશીલા પદાર્થો અને સેક્સ દુનિયામાં આટલી મોટી વસ્તુ બની ગયાં છે તેનું કારણ એ છે કે લોકો ઓછામાં ઓછું થોડી ક્ષણો માટે કોઈક રીતે તીવ્રતા અનુભવવા માંગે છે. તે તીવ્રતા છે જે તેમને ખેંચે છે. તીવ્રતા એ એકમાત્ર વસ્તુ છે જેને માણસ શોધે છે અને તે એકમાત્ર વસ્તુ છે જે માણસને તેનાં વર્તમાન બંધનોમાંથી મુક્ત કરશે.
ગુસ્સો એક જબરદસ્ત તીવ્રતા છે; તે એક એવી તીવ્રતા છે જે તમને નુકસાન પહોંચાડે છે. તે એક એવી તીવ્રતા છે જે તમને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે અને તમારી આસપાસના લોકોને તથા તમારી જાતને ઘણી રીતે નષ્ટ કરી શકે છે, પરંતુ ગુસ્સામાં, ઓછામાં ઓછું તમે તીવ્ર બની રહ્યા છો. જોકે, તે એક એવી તીવ્રતા છે જે તમને તદ્દન મૂર્ખ જેવાં કામ કરાવે છે. આ તીવ્રતાને ઉચ્ચ સ્તરની ખૂબ જ સુંદર તીવ્રતામાં રૂપાંતરિત કરવાનો આ જ સમય છે.
યોગ એ એવી ટેક્નોલોજી છે કે જ્યાં તમે તમારી તીવ્રતાના શિખર પર હોવ છો- માત્ર અહીં બેસેલા રહીને – તમારે કશું જ કરવાનું નથી. જો તમે એટલા તીવ્ર બની શકો તો, પછી જો તમે તમારી આંખો બંધ કરો, તો તમને આખી જિંદગીમાં તમારી આંખો ખોલવાની પણ જરૂર લાગતી નથી, કારણ કે જીવન જબરદસ્ત તીવ્રતાથી ઘટિત થઈ રહ્યું છે. લોકો વિચારે છે કે કોઈ વ્યક્તિ ધ્યાન કરી રહી છે એનો અર્થ કે તે સુષુપ્તીમાં છે. સુષુપ્ત અવસ્થા એટલે જીવનને નીચે લઈ જવું. ધ્યાન જીવનને નીચે નથી લઈ જતું, તે જીવનને સર્વોચ્ચ સુધી લઈ જવા વિશે છે. જો તમે તીવ્રતાની આવી સર્વોચ્ચ સ્થિતિમાં છો, તો તમે કરી શકો તેવી આ સૌથી રોમાંચક વસ્તુ છે – ફક્ત બેસવું.
શિવજી હજારો વર્ષ સુધી આ રીતે બેઠા હતા, કારણ કે તેઓ એવા શિખર પર છે. ઊઠીને કંઇક કરવાનો તેમને ખ્યાલ ન આવ્યો. તો જો તમારા `વૉલ્ટેજ’ વધે, તો સ્વાભાવિક રીતે તમને તે બધું જ દેખાશે જે જોવાયોગ્ય છે. તેમણે તેમના વોલ્ટેજ ખરેખર ખૂબ વધાર્યા હતા તે કારણે, તેમની ત્રીજી આંખ ખૂલી ગઈ. `ત્રીજી આંખ’ એટલે કપાળ પરની એક તિરાડ નહીં. તેનો અર્થ એ છે કે જે બીજા લોકો ન જોઈ શકે તેવી વસ્તુઓ તેમના માટે ઉપલબ્ધ થઈ. જો તમે તમારા વોલ્ટેજ વધારશો તો તે તમારા માટે પણ ઉપલબ્ધ થશે.