ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની અને બિઝનેસ મેન એલન મસ્ક સાથેનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એલન મસ્કની બાજુમાં જ્યોર્જિયા મેલોની બેઠા છે અને એલન મસ્ક કંઇક કહી રહ્યા હોય તેમ તેમની વાત સાંભળતા જોવા મળી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે. યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે શું મેલોની અને અને મસ્ક વચ્ચે કંઇ ચાલી રહ્યું છે. ? શું તેઓ ડેટ કરી રહ્યા છે. ત્યારે આવો જાણીએ આ ફોટો ક્યારનો છે.
મેલોનીના કર્યા વખાણ
મહત્વનું છે કે ન્યુયોર્કમાં એક એવોર્ડ સેરેમની યોજાઇ હતી. જેમાં એલન મસ્ક અને મેલોની હાજર રહ્યા હતા. આ દરમિયાન એલન મસ્કે મેલોનીના વખાણ કરતા જોવા મળ્યા હતા. તેમણે એટલાન્ટિક કાઉન્સિલ ગ્લોબલ સિટીઝન એવોર્ડ આપતી વખતે કહ્યું કે આ ગર્વની વાત છે કે અમે આવા વ્યક્તિત્વનું સન્માન કરી રહ્યા છીએ. જ્યોર્જિયા મેલોની વ્યક્તિત્વથી જેટલી સુંદર છે એટલી જ હૃદયથી પણ સુંદર છે. એલન મસ્કે કહ્યું કે હું જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરું છું. હું તેને માન આપું છું. તેણે ઈટાલીના પીએમ તરીકે શાનદાર કામ કર્યું છે. મસ્કે કહ્યું મેલોની એક પ્રામાણિક, અધિકૃત અને સાચી વ્યક્તિ છે. આવું કોઈ રાજકારણી માટે કહી શકાય નહીં. પરંતુ મેલોની છે જ એવા.
એલન મસ્કે આપ્યો જવાબ
જ્યોર્જિયા મેલોનીએ પણ તેના એક્સ એકાઉન્ટ પર એલોન મસ્કની પ્રશંસાથી ભરેલો આ વીડિયો શેર કર્યો છે. મેલોની અને મસ્કની ડિનરની તસવીર પણ શેર કરવામાં આવી રહી છે. જ્યારે આ અંગે ચર્ચાઓ શરૂ થઈ ત્યારે ઈલોન મસ્કે જવાબ આપ્યો કે અમે ડેટિંગ નથી કરી રહ્યા. તમને જણાવી દઈએ કે જ્યોર્જિયા મેલોનીને યુરોપિયન યુનિયનને મજબૂત કરવા અને ઈટાલીની પ્રથમ મહિલા પીએમ બનવા બદલ સન્માનિત કરવામાં આવી છે. તેણીને સન્માનિત કરવાનો કાર્યક્રમ ત્યારે યોજાયો જ્યારે તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા ન્યૂયોર્ક આવી હતી. તેમની સાથે અન્ય 190 દેશોના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા.


