- મોહમ્મદ શમી આ દિવસોમાં ક્રિકેટના મેદાનથી દૂર
- શમી ODI વર્લ્ડકપ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- મોહમ્મદ શમીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું
ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. આ દરમિયાન મોહમ્મદ શમીએ ક્રિકેટમાંથી નિવૃત્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે. ODI વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમીનો જાદુ જોવા મળ્યો હતો. મોહમ્મદ શમી ટૂર્નામેન્ટમાં માત્ર 7 મેચ રમ્યો હતો, જે દરમિયાન તેણે 24 વિકેટ ઝડપી હતી. શમી ODI વર્લ્ડકપ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
ODI વર્લ્ડકપમાં શમીનું શાનદાર પ્રદર્શન
ODI વર્લ્ડકપ દરમિયાન શમીએ એક મેચમાં ત્રણ વખત 6 કે તેથી વધુ વિકેટ લીધી હતી. શમીને પ્રથમ ત્રણ મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું. આ પછી હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો અને પંડ્યા આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. ત્યારબાદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પછી શમીએ દરેક મેચમાં પોતાની ખતરનાક બોલિંગનું પ્રદર્શન કર્યું. ટૂર્નામેન્ટમાં શમીએ ઈંગ્લેન્ડથી લઈને ન્યૂઝીલેન્ડ સુધીના બેટ્સમેનોના સ્ટમ્પ ઉખાડી નાખ્યા હતા.
શમીએ નિવૃત્તિ વિશે શું કહ્યું?
ODI વર્લ્ડકપ 2024 પહેલા પણ મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયો હતો. આ હોવા છતાં, પીડા સહન કરીને, શમીએ આખી ટૂર્નામેન્ટ ન માત્ર રમી પરંતુ શાનદાર બોલિંગ પણ કરી. હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન મોહમ્મદ શમીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે. મોહમ્મદ શમીએ કહ્યું કે હું કોઈ પણ વસ્તુનો બોજ સહન કરી શકતો નથી. જે દિવસે મને લાગશે કે હું ક્રિકેટથી કંટાળી ગયો છું, હું સવારે ઉઠીશ અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મારી નિવૃત્તિની જાહેરાત કરીશ. હું જાણું છું કે કોઈ મને આ અંગે કંઈપણ સમજાવશે નહીં.
ઇન્ટરવ્યુ દરમિયાન વિરાટ-રોહિતની ખૂબ પ્રશંસા કરી
ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે મોહમ્મદ શમીને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે વિરાટ કોહલી વર્તમાન સમયમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. શમીએ વિરાટ વિશે વધુ એક મજાની વાત કહી. શમીએ કહ્યું કે બોલરને વિકેટ મળે છે પરંતુ વિરાટ કોહલી તેનાથી સૌથી વધુ ખુશ છે. વિકેટ મળતાં જ વિરાટ આનંદથી ઉછળી પડે છે. આ સિવાય રોહિત વિશે તેણે કહ્યું કે રોહિત શર્મા દુનિયાનો સૌથી ખતરનાક અને વિસ્ફોટક બેટ્સમેન છે. જ્યાં સુધી તે ક્રિઝ પર રહે છે ત્યાં સુધી તે બોલરને ખૂબ ફટકારે છે.
શમીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયા માટે 64 ટેસ્ટ, 101 વનડે અને 23 ટી-20 મેચ રમી છે. મોહમ્મદ શમીના નામે 64 ટેસ્ટ મેચોમાં 229 વિકેટ છે. આ સિવાય 101 ODI મેચમાં 195 વિકેટનો રેકોર્ડ છે. જ્યારે શમીએ 23 ટી20 મેચમાં 24 વિકેટ લીધી છે. હાલ શમી ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી દૂર છે.


