- ઇન્ડોનેશિયામાં 6.3ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
- ભૂકંપને કારણે ઇન્ડોનેશિયામાં સુનામી આવવાના એંધાણ
- ભૂકંપનું કેન્દ્ર બિંદુ કૈલાંગ શહેરથી 372 કિમી દુર નોંધાયું
ઈન્ડોનેશિયાના પશ્ચિમી પ્રાંત આચેહમાં શનિવારે ભૂકંપ આવ્યો હતો. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. જો કે, ભૂકંપને કારણે કોઈ ઊંચા મોજા નથી આવ્યા અને ન તો સુનામીનો કોઈ ખતરો છે.
ઈન્ડોનેશિયાના આચેહમાં શનિવારે ભૂકંપનો આચકો અનુભવાયો હતો. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. જો કે ભૂકંપના કારણે ઉંચા મોજા ઉછળ્યા ન હતા કે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.એજન્સીએ જણાવ્યું કે ભૂકંપના કારણે સુનામીની કોઈ શક્યતા નથી. ઇન્ડોનેશિયા પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાતા સંવેદનશીલ ભૂકંપ-સંભવિત વિસ્તારમાં સ્થિત છે.
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, ક્લાઈમેટોલોજી અને જિયોફિઝિક્સ એજન્સી અનુસાર, સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. અહેવાલો અનુસાર, ભૂકંપ બપોરે 12:19 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર આચે જયા રીજન્સીની રાજધાની કૈલાંગ શહેરથી 372 કિમી દક્ષિણપશ્ચિમમાં અને 12 કિમીની ઊંડાઈએ હતું.
ઈન્ડોનેશિયામાં ભૂકંપનું જોખમ યથાવત
એજન્સીએ જણાવ્યું કે ભૂકંપના કારણે સુનામીની કોઈ શક્યતા નથી. ઈન્ડોનેશિયા ‘પેસિફિક રિંગ ઓફ ફાયર’ નામના સંવેદનશીલ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં આવેલું છે, જેના કારણે ભૂકંપનું જોખમ રહેલું છે. તેની સાથે જ જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ પણ બનતી રહે છે.


