- ઈઝરાયલ અને હમાસ વચ્ચે નવ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- હિઝબુલ્લા દ્વારા ઈઝરાયલ પર હુમલામાં બાળકો સહિતનાં લોકોનાં મોત થયા
- ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ હિઝબુલ્લાને આકરી કિંમત ચુકવવા તૈયાર રહેવા ચેતવણી ઉચ્ચારી
મિડલ ઈસ્ટ એવા હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ મહિના કરતાં વધુ સમયથી ભીષણ ચાલી રહ્યું છે. આવામાં ઈઝરાયલના નિયંત્રણ વાળા વિસ્તારમાં અચાનક રોકેટ હુમલો થયો હતો. આ હુમલો એવા સમયે થયો જ્યારે બાળકો એકઠાં થઈને ફુટબોલ રમી રહ્યા હતા. આ રોકેટ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા. જેમાં ઘણા બાળકો પણ સામેલ છે. આ રોકેટ હુમલો દક્ષિણી લેબનોન પર ઈઝરાયલ હવાઈ હુમલામાં હિઝબુલ્લા જૂથના ત્રણ સભ્યો પણ માર્યા ગયા હતા.
અમેરિકાથી બેંઝામિન નેતન્યાહૂ પરત ફર્યા
આ હુમલો ગત વર્ષે ઑક્ટોબરે થયેલા હુમલા પછી ઈઝરાયલના વિસ્તારમાં કરવામાં આવેલો સૌથી ઘાતક હુમલો છે. જેનાથી વ્યાપક સંઘર્ષ પેદા થવાની આશંકા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું કે તેઓ જલ્દીથી જલ્દી અમેરિકાથી પરત આવી રહ્યા છે. આ અગાઉ લેબનોન આતંકવાદી જૂથે જણાવ્યું કે દક્ષિણી લેબનોન પર ઈઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના ત્રણ સભ્યો ઠાર મરાયા હતા.
નેતન્યાહૂએ હિઝબુલ્લાને આપી ચેતવણી
ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાને ચેતવણી આપતા કહ્યું કે, આની ભારે કિંમત ચુકવવી પડશે. જે એને અત્યાર સુધી નથી ચુકવી. તેના કાર્યાલયને શનિવારે ઈઝરાયલી નિયંત્રણ વાળા ગોલાના હાઈટસમાં એક ફુટબોલ મેદાન પર રોકેટ હુમલા પછી કહ્યું કે ઓછામાં ઓછા 11 લોકો માર્યા છે. જો કે ઈઝરાયલ આ હુમલા માટે હિઝબુલ્લાને દોષિત ઠેરવી રહ્યું છે. જો કે હિઝબુલ્લાએ કોઈપણ ભૂમિકાથી ઈનકાર કરી દીધો છે.


