- ઈઝરાયલે હિઝબુલ્લાના કમાન્ડરને ઠાર મારી બાળકોનાં મોતનો બદલો લીધો
- હિઝબુલ્લા છંછેડાઈને તાબડતોબ ઈઝરાયલ પર હુમલો કર્યો
- હમાસ અને ઈઝરાયલ વચ્ચે હવે હિઝબુલ્લા પણ લડાઈમાં જોડાયું
મિડલ ઈસ્ટમાં અત્યારે ભારેલાં અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ઈઝરાયલ આમ તો ટચૂકડો દેશ છે પરંતુ એને લેબેનોનની રાજધાની બેરુતમાં મંગળવારે પરોઢિયે હિઝબુલ્લાના ટોપ કમાન્ડરને ઠાર મારી દીધો હતો. જેથી નાનો પણ રાઈનો દાણો કહેવતને યયાર્થ ઠેરવી હતી. સરવાળે ઈઝરાયલે કરેલા આ ભીષણ હુમલામાં કમાન્ડર ફઉદ શુકરને સમાપ્ત કર્યો જેથી ઈઝરાયલના ગોલાન હાઈટ્સમાં 12 બાળકોનાં મોતનો બદલો લઈ લીધો હતો.
શુકર એક આતંકવાદી સંગઠનનો ટોપ કમાન્ડર હતો. આ કમાન્ડર ઈઝરાયલમાં રોકેટ હુમલામાં બાળકોનાં મોતનો જવાબદાર હતો. પોતાના કમાન્ડરના મોત પછી હિઝબુલ્લા એકદમ ડઘાઈ ગયું છે
ઈઝરાયલ સૈન્યની પ્રતિક્રિયા
ઈઝરાયલ સૈન્યએ જણાવ્યું કે, હિઝબુલ્લાના વળતા જવાબમાં લેબનોનના યેટરમાં હિઝબુલ્લાના રોકેટ લોંચર પર હુમલો કર્યો હતો. જેનો ઉપયોગ પશ્ચિમી ગેલિલી પર બોમ્બ બ્લાસ્ટ માટે કરાતો હોય છે. આ હુમલામાં ઘણા રોકેટને હવામાં જ નાશ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ઘણા રોકેટ ખુલ્લા વિસ્તારમાં ધરાશાયી થયા હતા. હમાસ નેતા ઈસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લા કમાન્ડર શુકરની હત્યા પછી પીએમ બેંઝામિન નેતન્યાહૂએ કહ્યું કે, ઈઝરાયલે ગત કેટલાક દિવસોમાં દુશ્મનો પર કઠોર પ્રહાર કર્યા છે.


