- ઈઝરાયેલે હવે ગાઝામાં ગ્રાઉન્ડ એટેક માટે તૈયારી શરૂ
- ઉત્તર ગાઝાની 11 લાખ વસ્તીને દક્ષિણ તરફ જવાનો આદેશ
- ઇઝરાયેલની સેના પણ લેબનોન બોર્ડર પર પેટ્રોલિંગમાં વ્યસ્ત
ઈઝરાયેલે હવે ગાઝામાં ગ્રાઉન્ડ એટેક માટે સંપૂર્ણ પ્લાન બનાવી લીધો છે. ઉત્તર ગાઝાની 11 લાખ વસ્તીને દક્ષિણ તરફ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઇઝરાયેલની સેના પણ લેબનોન બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે 24 કલાકમાં આટલી મોટી વસ્તીનું સ્થળાંતર કરવું અશક્ય છે.
ગાઝા પટ્ટીમાંથી 1.1 મિલિયન પેલેસ્ટાઈનીઓને બહાર કાઢવાની સૂચના
આગામી 24 કલાક પછી ઈઝરાયેલની સેના ગાઝા પર અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન કરવાની તૈયારી કરી રહી છે. ઈઝરાયેલ હવે બંધકોને મુક્ત કરવા હમાસના આતંકવાદીઓ સામે જમીની હુમલો કરવા જઈ રહ્યું છે, જેના માટે તેણે આગામી 24 કલાકની અંદર ઉત્તરી ગાઝા પટ્ટીમાંથી 1.1 મિલિયન પેલેસ્ટાઈનીઓને બહાર કાઢવાની સૂચનાઓ આપવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે 24 કલાકમાં આટલી મોટી વસ્તીનું સ્થળાંતર કરવું અશક્ય છે.
આગામી 24 કલાકમાં લોકોને દક્ષિણ ગાઝામાં ખસેડવામાં આવશે
આજે, ગાઝામાં માનવતાવાદી બાબતોના સંકલન માટે UN ઓફિસ અને સુરક્ષા વિભાગના ટીમના નેતાઓને ઇઝરાયેલી સૈનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગાઝાની ઉત્તરે આવેલી સમગ્ર વસ્તીને આગામી 24 કલાકમાં દક્ષિણ ગાઝામાં ખસેડવામાં આવશે. યુનાઈટેડ નેશન્સનો અંદાજ પ્રમાણે લગભગ આશરે 1.1 મિલિયન નાગરિકોને સ્થળાંતર કરવાની જરૂર પડશે. તે જ સમયે, ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદન બહાર પાડીને શહેરમાં રહેતા હજારો નાગરિકોને ગાઝા પટ્ટીથી દક્ષિણ તરફ જવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે હમાસના આતંકવાદીઓ શહેરની નીચે ટનલોમાં છુપાયેલા છે. જેમાં ખાસ કરીને હમાસના હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયેલે ગાઝા પર 6,000 બોમ્બ વડે બોમ્બમારો કર્યા બાદ ગાઝા ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
ગાઝામાં ખોરાક, પાણી, ઇંધણ અને વીજળીનો પુરવઠો ઠપ
ઇઝરાયેલે ગાઝાના 2.3 મિલિયન લોકોને ખોરાક, પાણી, ઇંધણ અને વીજળીનો પુરવઠો કાપી નાખ્યો છે અને ઇઝરાયેલના ઉર્જા પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે જણાવ્યું હતું કે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને છોડાવવા માટે અનેક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.
લેબનોન બોર્ડર પર પણ તણાવ વધ્યો
એક તરફ, લેબનોન સ્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ દ્વારા બ્લુ લાઇન પર ઇઝરાયેલની લશ્કરી ચોકી પર હુમલાને કારણે હમાસ અને ઇઝરાયેલ વચ્ચે મોટા પાયે સંઘર્ષનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ઇઝરાયેલ તણાવ પણ વધી રહ્યો છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે ઈઝરાયેલના શહેર અરબ અલ-અરમશે નજીક એક સૈન્ય ચોકી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. હિઝબોલ્લાહ, મધ્ય પૂર્વના સૌથી શક્તિશાળી લશ્કરોમાંના એક, જણાવ્યું હતું કે હમાસે કરેલા હવાઇ હુમલાને વળતો જવાબ આપવા માટે ઇઝરાયેલ હવે રણમેદાનમાં ઉતર્યું છે.
ઈઝરાયેલે સરહદ પર સેના મોકલી
ઈઝરાયેલે તેના ઉત્તરીય ક્ષેત્રને મજબૂત કરવા સરહદ નજીકના શહેરોમાં સુરક્ષા દળોને તૈનાત કર્યા છે. બ્લુ લાઇનના પાંચ કિલોમીટરની અંદરનો વિસ્તાર ઓછી વસ્તીવાળો છે અને મોટાભાગની વ્યાપારી સુવિધાઓ બંધ છે. લેબનીઝ આર્મી અને યુનાઈટેડ નેશન્સ ઈન્ટરિમ ફોર્સ લેબનોનમાં મોટી સંખ્યામાં લશ્કરી વાહનો પેટ્રોલિંગ કરી રહ્યાં છે.