- દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં ઇઝરાયેલનો સમાવેશ થાય છે
- જાસૂસી સંસ્થા દુનિયાની ટોપની એજન્સીઓમાં સામેલ છે
- આટલી શક્તિ અને આવડત છતાં હમાસે સાતમી ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કર્યો
દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં ઇઝરાયેલનો સમાવેશ થાય છે અને તેની જાસૂસી સંસ્થા દુનિયાની ટોપની એજન્સીઓમાં સામેલ છે. આટલી શક્તિ અને આવડત છતાં હમાસે સાતમી ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કર્યો. હુમલા બાદ હવે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને મહિનાઓ થઈ ગયા છે પણ લાખ પ્રયJ છતાં ઇઝરાયેલ હજુ સુધી હમાસના ટોચના પાંચ નેતાઓને પકડવામાં સફળ નથી થયું. તે નેતાઓ એટલા મહત્ત્વના છે કે જો તેમને ઇઝરાયેલે પકડી લીધા કે મારી નાખ્યા તો હમાસની કમર તૂટી જશે. તે પાંચ નેતાઓના લીધે હમાસ સંગઠન ટકી રહ્યું છે. ચાલો, જાણીએ તે નેતાઓ વિશે.
મારવાન ઇસ્સા બાસ્કેટબોલ પ્લેયર હતો અને ઇઝરાયેલ દ્વારા ધરપકડ થયા બાદ તે હમાસમાં જોડાયો હતો
યાહ્યા સિનવારા યાહ્યા સિનવાર ગાઝા પટ્ટીમાં હમાસના ટોચનો નેતા છે. સાતમી ઓક્ટોબરે ઇઝરાયેલ પર થયેલા હમાસના હુમલા માટે યાહ્યા સિનવારને માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે. યાહ્યા સિનવારને ગાઝાનો સૌથી શક્તિશાળી નેતા ગણવામાં આવે છે. તે ઇઝરાયેલમાં લગભગ 24 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યો છે. ઇઝરાયેલી સૈનિક ગિલાદ શાલિતના બદલામાં ઇઝરાયેલની જેલમાંથી 1,027 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા, એ કેદીઓમાં યાહ્યા સિનવાર સામેલ હતો.
ઇસ્માઇલ હાનિયેહા ઇસ્માઇલ હાનિયેહ હમાસના પોલિટબ્યૂરોનો પ્રમુખ છે અને તે ઘણાં વર્ષ સુધી ઇઝરાયેલમાં મિસ્ત્રી તરીકે કામ કરી ચૂક્યો છે. હમાસના સંસ્થાપક શેખ અહમદ યાસીનના અંગત સહાયક તરીકે પણ ઇસ્માઇલ હાનિયેહ કામ કરી ચૂક્યો છે. 1992માં તે લેબેનોન જતો રહ્યો હતો પણ પછી ગાઝામાં પાછો ફર્યો હતો. તે ગાઝામાં ઘણી રિયલ એસ્ટેટ ઇમારતોનો માલિક છે.
મોહમ્મદ દાએફા મોહમ્મદ દાએફ હમાસના સૈન્યદળનો પ્રમુખ છે અને ઘણા આત્મઘાતી હુમલાનો માસ્ટર માઇન્ડ મનાય છે. હમાસના રોકેટ હુમલા અને ગાઝામાં બંકરોની જાળ પાથરવાના કામની પાછળ પણ મોહમ્મદ દાએફનો જ હાથ મનાય છે. ઇઝરાયેલના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં દાએફ ટોચ પર છે. ઇઝરાયેલે સાત વાર દાએફ પર હુમલા કર્યા છે પણ દરેક વખતે તે બચી ગયો છે.
મારવાન ઇસ્સા મારવાન ઇસ્સા મોહમ્મદ દાએફનો ડેપ્યુટી છે અને હમાસના સૈન્યમાં બીજા નંબરે છે. એવું કહેવાય છે કે મારવાન ઇસ્સા બાસ્કેટબોલ પ્લેયર હતો અને ઇઝરાયેલ દ્વારા ધરપકડ બાદ તે હમાસમાં જોડાયો હતો. ઇઝરાયેલી સૈનિક ગિલાદ શાલિતના બદલામાં પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરાવવામાં પણ મારવાન ઇસ્સાની મહત્ત્વની ભૂમિકા હતી.
મોહમ્મદ સિનવારા મોહમ્મદ સિનવાર હમાસના પ્રમુખ યાહ્યા સિનવારનો નાનો ભાઈ છે અને હમાસની ખાન યુનિસ બ્રિગેડનો પ્રમુખ છે. ઇઝરાયેલ ઘણી વાર સિનવારને પકડવાની કોશિશ કરી ચૂક્યું છે પણ દરેક વખતે મોહમ્મદ સિનવાર બચી ભાગ્યો છે.


