ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં પાંચ મહિલાઓ અને ચાર બાળકો સહિત 16 લોકો માર્યા ગયા છે. પેલેસ્ટિનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારના હુમલામાં મધ્ય ગાઝામાં નુસરત શરણાર્થી શિબિરમાં એક ઘરનો નાશ થયો હતો, જેમાં ચાર મહિલાઓ અને બે બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા.
13 અન્ય લોકો ઘાયલ થયા
ગાઝામાં અવડા હોસ્પિટલમાં મૃતદેહો લાવવામાં આવ્યા હતા. ત્યાં મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે 13 અન્ય લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલના રેકોર્ડ દર્શાવે છે કે મૃતકોમાં એક મહિલા, તેનું બાળક અને તેના પાંચ ભાઈ-બહેનોનો સમાવેશ થાય છે.
ગાઝા પર હવાઈ હુમલો
હમાસ સંચાલિત સરકાર હેઠળ કાર્યરત પ્રથમ પ્રતિસાદ જૂથ, સિવિલ ડિફેન્સ અનુસાર, ગાઝા સિટીમાં એક ઘર પરના અન્ય હુમલામાં એક મહિલા અને બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ યુદ્ધ (ઈઝરાયેલ-હમાસ)માં અત્યાર સુધીમાં 41 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.
વડાપ્રધાન નેતન્યાહૂ પર દબાણ
ઇઝરાયેલમાં હમાસ સાથે યુદ્ધવિરામ સંબંધિત સોદો કરવા વડાપ્રધાન નેતન્યાહૂ પર દબાણ વધી રહ્યું છે. ઈઝરાયેલમાં શનિવારે વધુ એક મોટું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશભરમાં અનેક સ્થળોએ દેખાવો થયા, જેમાં લાખો લોકોએ ભાગ લીધો. વિરોધ સરકાર સામે હતો અને શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ સોદો કરવા માટે હતો.
ઓછામાં ઓછા 14 લોકો માર્યા
ઇઝરાયેલે શનિવારે રાત્રે મધ્ય અને દક્ષિણ ગાઝા પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા. આ હવાઈ હુમલો ત્યારે થયો જ્યારે ઇઝરાયેલી સૈનિક દ્વારા માર્યા ગયેલા તુર્કી મૂળના અમેરિકન કાર્યકરના મિત્રો અને પરિવારના સભ્યો તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા.
હુમલામાં ઘરને નિશાન બનાવવામાં આવ્યું
સિવિલ ડિફેન્સે શનિવારે જણાવ્યું હતું કે ગાઝા સિટી પર હવાઈ હુમલામાં એક ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું જેમાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકો સહિત 11 લોકો રહેતા હતા.


