- બંધકોને છોડાવવા અને નેતન્યાહૂના રાજીનામાની લોકોમાં માંગ ઉઠી
- ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં મોટી સંખ્યામાં નાગરિકોએ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યો
- તેલ અવીવના માર્ગો પર ફરી એકવાર સરકાર વિરુદ્ધ વિરોધ જોવા મળ્યો
મિડલ ઈસ્ટના ટચૂકડા એવા દેશ ઈઝરાયલમાં ફરી એકવાર ત્યાંની સરકાર વિરુદ્ધ જ અવાજ ઉઠયો છે. ઈઝરાયલની રાજધાની તેલ અવીવના માર્ગો પર વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ વિરુદ્ધ સૌથી મોટું વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. પ્રદર્શનકારીઓએ હમાસ દ્વારા બંધક બનાવેલા લોકોને છોડાવવાની અને દેશમાં નક્કી સમય પર ચૂંટણી યોજવાની માંગ ઉઠાવી હતી. તેલ અવીવના રસ્તાઓ પર ફરી એકવાર મોટા પ્રમાણમાં સરકાર વિરોધી પ્રદર્શન જોવા મળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ હમાસ સાથે બંધકોની અદલા-બદલી કરાર અને બેંઝામિન નેતન્યાહૂને વડાપ્રધાન પદથી હટાવવાની માંગ કરી હતી.
વિરોધના આયોજકોનો દાવો છે કે 7 ઓક્ટોબર પછી શનિવારે સૌથી મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એકલા તેલ અવીવમાં આ એક લાખ 20 જેટલા લોકો જોડાયા હતા. દેશના વિવિધ ભાગોમાં સમાન વિરોધ જોવા મળ્યો હતો.
પ્રદર્શનકારીઓએ ડેમોક્રેસી સ્ક્વેર, બિગિન રોડ અને કેપલાન સ્ટ્રીટના આંતરછેદ પર ઉગ્ર વિરોધ કર્યો. તે જ સમયે, હજારો લોકોએ જેરુસલેમમાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી. તેમણે બંધકોની સુરક્ષિત પરત માંગણી કરવા અને સંઘર્ષનો અંત લાવવાના તેમના પ્રયાસો બદલ યુએસ પ્રમુખ જો બિડેનનો આભાર માન્યો હતો. આ દરમિયાન ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોનું પ્રતીક પીળા ધ્વજ પણ લહેરાવવામાં આવ્યા હતા. વિરોધીઓએ ‘બંધકોને પાછા લાવવા જોઈએ’ના નારા લગાવ્યા હતા.
દરમિયાન, કતાર, યુએસ અને ઇજિપ્તે એક સંયુક્ત નિવેદનમાં ઇઝરાયેલ અને હમાસને પ્રસ્તાવિત યુદ્ધવિરામ અને બંધક મુક્તિ કરાર અપનાવવા વિનંતી કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કતાર, યુએસ અને ઇજિપ્ત સંયુક્ત રીતે હમાસ અને ઇઝરાયેલ બંનેને રાષ્ટ્રપતિ બિડેન દ્વારા 31 મે, 2024 ના રોજ PACE કરારને અંતિમ સ્વરૂપ આપવા હાકલ કરે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કરાર ગાઝાના લાંબા સમયથી પીડાતા લોકો તેમજ બંધકો અને તેમના પરિવારો બંનેને તાત્કાલિક રાહત આપશે. આ સોદો કટોકટીનો અંત લાવવા માટે યુદ્ધવિરામ અને રોડમેપ ઓફર કરે છે, એમ તેણે જણાવ્યું હતું.


