- ઈઝરાયલના હાઈફા શહેરમાં દેશની સૌથી મોટી અંડર ગ્રાઉન્ડ હોસ્પિટલ બનાવી
- હિઝબુલ્લાએ નાગરિક વસ્તીને સીધી રીતે ટાર્ગેટ કરી
- હુમલાઓથી બચવાની તૈયારીમાં ઈઝરાયલ
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને યુદ્ધમાં ફેરવાઈ જવાનો ભય સત્ય સાબિત થતો દેખાઈ રહ્યો છે. કારણ કે, હિઝબુલ્લાએ આ વખતે એવો હુમલો કર્યો છે, જેના જવાબમાં ઈઝરાયલ સમગ્ર લેબેનોનને ધ્રૂજાવી શકે છે. હિઝબુલ્લાએ બુધવારે કરેલા એક ભીષણ હુમલાં વિશ્વભરની ચિંતા વધારી દીધી છે. ફવાદ શુક્રના મોત પછી હિઝબુલ્લાએ પ્રથમવાર ઈઝરાયલ પર આવો ઘાતક હુમલો કર્યો છે. હિઝબુલ્લાએ કાટઝિગ્ન અને ગોલાન હાઈટસમાં નાગરિક વસ્તી પાસે રોકેટ હુમલો કર્યો છે.
યુદ્ધ શરૂ થયા પછી આ પ્રથમવાર છે કે જ્યારે હિઝબુલ્લાએ નાગરિક વસ્તીને સીધી રીતે ટાર્ગેટ કરી છે, જો કે હિઝબુલ્લાએ દાવો કર્યો છે કે તેને ઈઝરાયલી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને આ હુમલા કર્યા છે. ઈઝરાયલની સેનાના એક નિવેદનમાં કહેવાયું છે કે હિઝબુલ્લાએ આશરે પાંચ રોકેટ છોડયા હતા જેમાં મોટાભાગના આયરન ડોમે હવામાં નાશ કરી દીધા અે કેટલાક રોકેટસે ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન કર્યું હતું. આ હુમલામાં એક નાગરિક ઈજાગ્રસ્ત થયો હતો.
હિઝબુલ્લાના હુમલા પછી ભયનો માહોલ
હિઝબુલ્લાએ પોતાના વડા ફવાદ શુક્ર અને ઈરાન હમાસ રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા પછી ઈઝરાયલ સાથે બદલો લેવાના શપથ લઈ ચુક્યા છે. હિઝબુલ્લાના આ મોટા હુમલાથી ઈઝરાયલ નાગરિકોમાં ડરની સ્થિતિ છે. હિઝબુલ્લાના હુમલાની શરૂઆત થતા આખા વિસ્તારમાં સાયરનો ગૂંજવા લાગી છે. હવે જોવાનું એ રહ્યું કે ઈઝરાયલ આ હુમલાને કઈ રીતે જવાબ આપશે. હિઝબુલ્લાના આ હુમલાથી લાગી રહ્યું છે કે, યુદ્ધની શરૂઆત થઈ છે. ઉપરાંત યમનના હૂતી અને ઈરાને પણ આ લડાઈમાં સામેલ થવાની શક્યતા છે.
હુમલાઓથી બચવાની તૈયારીમાં ઈઝરાયલ
ઈરાન અને તેના પ્રોક્સીના હુમલાના ડરથી ઈઝરાયલના હાઈફા શહેરમાં દેશની સૌથી મોટી અંડર ગ્રાઉન્ડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ સિવાય નેતાઓ અને VIPને કોઈપણ હુમલાસમયે સુરક્ષિત રાખવા માટે બંકર્સ બનાવવામાં આવ્યા છે.
હિઝબુલ્લા ગાઝા યુદ્ધના શરૂઆતથી જ ઈઝરાયલ પર હુમલા કરી રહ્યું છે, પરંતુ ગત કેટલાક દિવસોથી ઈઝરાયલ હિઝબુલ્લાની વચ્ચે તણાવ વધી ગયો છે. કારણ કે, ઈઝરાયલે પોતાની સ્ટ્રાઈકમાં ઘણા હિઝબુલ્લા નેતાઓને મારી નાખ્યા છે.


