ચીને ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને અમેરિકાને ચેતવણી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાનના લોકોને શહેર ખાલી કરી દેવા કહ્યું હતું. જેને લઇને ચીને પ્રતિક્રિયા આપી છે. તેમણે અમેરિકાને યુદ્ધ માટે જવાબદાર ગણાવતા કહ્યું કે તેઓ આગમાં ઘી નાંખવાનું કામ કરી રહ્યા છે.
ચીને કહી આ વાત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુનએ એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પની ટિપ્પણીઓ વિશે પૂછવા પર કહે છે કે આગને હવા આપવાથી કે તેમાં ઘી નાંખવાથી હાલની સ્થિતિમાં કોઇ સુધારો નહી આવે. કોઇને પણ ધમકી આપીને કે પછી દબાણ બનાવીને મામલો શાંત કરી શકાતો નથી. પરંતુ આમ કરવાથી સ્થિતિ વધારે વણસે છે.
ટ્રમ્પે ઇરાનને આપી હતી ચેતાવણી
મહત્વનું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ ઇરાનને ચેતવણી આપી હતી. જેમાં ઇરાનને ન્યુક્લિઅર હથિયાર વાપરતા રોકવા અંગે કહ્યું હતું કે તેહરાનના લોકો જલ્દી શહેર ખાલી કરી દે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ઇરાને આ ડીલ સાઇન કરી લેવી જોઇએ. જે મને તેમને કહી હતી. માનવજાતના નુકસાન બદલ મને દુઃખ છે. હું સ્પષ્ટપણે કહું છું કે અમે ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દઈશું નહીં.
110 ભારતીયોને તહેરાનમાંથી બહાર કઢાયા
તો બીજી તરફ ભારતીયોને તહેરાનમાંથી સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત તમામ પ્રયાસો કરી રહ્યું છે. ભારતીય એમ્બેસીએ તેને લઇને એડવાઇઝરી જાહેર કરી છે. અત્યાર સુધી 110 મેડિકલ સ્ટુડન્ટને તહેરાનમાંથી સુરક્ષિત બહાર કઢાયા છે. અન્ય લોકોને પણ બહાર નીકળવાની સલાહ આપી છે.