ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર Ali Khamenei વિશે અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમને Ali Khameneiનું નામ લીધું નથી, પરંતુ તેમને ‘સુપ્રીમ લીડર’ લખીને તેને પોસ્ટ કર્યું છે.
આમાં ટ્રમ્પે કહ્યું છે કે અમે સારી રીતે જાણીએ છીએ કે કહેવાતા ‘સુપ્રીમ લીડર’ ક્યાં છુપાયેલા છે. તે એક સરળ ટાર્ગેટ છે પણ ત્યાં સુરક્ષિત છે. અમે તેમને મારીશું નહીં, ઓછામાં ઓછું હમણાં તો નહીં. પરંતુ, અમે નથી ઈચ્છતા કે નાગરિકો કે અમેરિકન સૈનિકો પર મિસાઈલો છોડવામાં આવે. અમારી ધીરજ ખૂટી રહી છે.
આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે, જે ઈરાન અને તેના સુપ્રીમ લીડર Ali Khameneiની ચિંતા વધારવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલ અને અમેરિકાના સપોર્ટથી રઝા પહલવી માટે ઈરાની ગાદી સંભાળવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પહલવીએ એક પોસ્ટ પણ મૂકી છે. જેમાં તેમને લખ્યું છે કે, રાત્રે 9 વાગ્યે એક કલાક પછી ઈરાની રાષ્ટ્રને સંદેશ.
ઈરાને ઈઝરાયલ પર છોડી મિસાઈલ
ડોનાલ્ડ ટ્રમ્પના અલ્ટીમેટમ અને રઝા પહલવીની પોસ્ટ વચ્ચે ઈઝરાયલે હમણાં જ એક એલર્ટ જાહેર કર્યું છે કે ઈરાને મિસાઈલો છોડી છે. આ મિસાઈલો જોર્ડન, લેબનોન અને સીરિયા થઈને આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ IDF દાવો કરે છે કે ઈઝરાયલે અત્યાર સુધીમાં ઈરાનમાં 70 એર ડિફેન્સ બેટરીઓનો નાશ કર્યો છે.
IDF મુજબ ઈઝરાયેલી વાયુસેનાએ ઈરાનમાં IDFના ઓપરેશનની શરૂઆતથી અત્યાર સુધીમાં 70 એર ડિફેન્સ બેટરીઓનો નાશ કર્યો છે. શુક્રવાર સવાર સુધીના ઓપરેશનના પહેલા 24 કલાકમાં 40 થી વધુ ઈરાની વાયુ સંરક્ષણ પ્રણાલીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. 30 અન્ય સિસ્ટમોને પણ નિશાન બનાવવામાં આવી હતી.
ઉપરાષ્ટ્રપતિ વાન્સની મોટી જાહેરાત
ઈઝરાયલ-ઈરાન યુદ્ધને લઈને યુએસ વાઈસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે વધુ કાર્યવાહીનો નિર્ણય લઈ શકે છે. વાન્સે દલીલ કરી હતી કે ટ્રમ્પ સતત કહેતા રહ્યા છે કે ઈરાન યુરેનિયમનું સંવર્ધન કરી શકતું નથી અને તેમને વારંવાર કહ્યું છે કે આ બેમાંથી એક રીતે થશે – સરળ રસ્તો અથવા બીજી રીતે. ટ્રમ્પ નક્કી કરી શકે છે કે તેમને ઈરાની સંવર્ધન સમાપ્ત કરવા માટે વધુ કાર્યવાહી કરવાની જરૂર છે. આ નિર્ણય રાષ્ટ્રપતિનો છે.