ઇરાન ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે તેહરાનમાં ભારતીય દૂતાવાસ ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ઇરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધતા તણાવ વચ્ચે ભારતે ઇરાનની રાજધાની તહેરાનમાં પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ભારતીયોને અપીલ કરી છે કે તેહરાનથી નીકળી જાય છે. તહેરાનમાં રહી રહેલા ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોએ સુરક્ષિત જગ્યાએ સ્થળાતરિંત થવા માટે કહેવામાં આવ્યા છે.
સુરક્ષા એડવાઇઝરી જાહેર
ભારતીયોને દૂતાવાસને સંપર્ક કરવાનો આગ્રહ કરાયો છે. ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રાલયે સોમવારે કહ્યું હતું કે કેટલાક કિ્સામાં, વિદ્યાર્થીઓને દૂતાવાસની મદદથી ઇરાનમાં જ સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે ઇઝરાયલે શુક્રવારે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરીને ઇરાનના પરમાણુ મિસાઇલ અને સૈન્ય ઠેકાણા પર હુમલા કર્યા હતા. જેના જવાબમાં ઇરાને ઇઝરાયલ પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. બંને દેશ વચ્ચે વધતા તણાવને લઇને ભારત સરકારે પોતાના નાગરિકો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી છે.
તહેરાન છોડીને નીકળી જાઓ..
એમ્બેસીએ કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે શહેરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. સાથે જ અન્ય ભારતીય નાગરિક કે જેઓ પરિવહન મામલે આત્મનિર્ભર છે તેઓ સ્થિતિને જોતા શહેરની બહાર જવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ દ્વારા ઇરાન છોડવાની સુવિધા આપવામાં આવી છે. એમ્બેસી દરેક સંભવ મદદ કરવા માટે લોકો સતત સંપર્કમાં છે.
કેટલા છે ભારતીય વિદ્યાર્થીઓ ?
મહત્વનું છે કે ઇરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તહેરાનમાં ભણતા ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે. 140 ભારતીય વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ તહેરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ અને ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં એમબીબીએસનું ભણી રહ્યા છે.