ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સતત તણાવ વચ્ચે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ ઓફ ચીફ મોહમ્મદ કાજેમીનું મોત થયુ છે. હવે આઇઆઇજીસીએ નવા પ્રમુખની જાહેરાત કરી છે. મોહમ્મદ કાજેમીના મોતના 6 દિવસ પછી જ મેજર જનરલ મોહમ્મદ પાકપુર જનરલ માજીદ ખાદેમીનો નવો ઇન્ટેલીજન્ટ ચીફ બનાવવામાં આવ્યો છે. મોહમ્મદ કાજમીએ પોતાના ગાર્ડ અધિકારીઓ હસન મોહાધેગ અને મોહસેન બાઘેરી સાથે રવિવારે મોતને ભેટ્યો હતો.
કોણ છે ખામેદી?
ખામેદી પહેલા ઇરાનના રક્ષા મંત્રાલયમાં ગુપ્ત સુરક્ષા સંગઠનનો પ્રમુખ હતો. તે સુરક્ષા સંગઠનના અધ્યક્ષ પદ પર પણ રહી ચુક્યો છે. ખામેદીના IRGCનો અનુભવ ખુબ જૂનો છે અને જાસુસી ગતિવિધિઓમાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ચુક્યો છે. અયાતુલ્લાહ અલી ખામેનેઇ નવી રાજનીતિમાં વિશેષ ભૂમિકા નિભાવી રહ્યા છે.
ખામેદી સામે પહાડ જેવા પડકાર
માજીદ ખામેદી સામે અનેક પડકાર છે. કેમકે આ સમયે ઇરાનમાં ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે. અયાતુલ્લાહના જીવન અને સત્તા ખતરામાં છે. તો બીજી બાજુ ઇઝરાયલે મિસાઇલથી એટેક અને ટ્રમ્પના સતત વાકબાણોથી ઇરાન ઘેરાયેલુ છે. બંને દેશો વચ્ચે આઠમા દિવસે પણ યુદ્ધ સતત ચાલી રહ્યુ છે. બને દેશોએ પોતાની આર્મી કેમ્પને મજબૂત કરી દીધા છે.
ઇરાનના અનેક કમાન્ડરોએ જીવ ગુમાવ્યો
આ સમયે ખાદેમી માટે મુશ્કેલીનો સમય છે. કેમકે ઇરાન પોતાના મજબૂત અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ ગુમાવી ચુક્યુ છે. જેમાં IRGC કમાન્ડર હુસૈન સલામી, જનરલ મોહમ્મદ બઘેરી, અને જનરલ ગુલામઅલી રાશિદનો સમાવેશ થાય છે. તેના મોત ઇઝરાયેલે કરેલ એર સ્ટ્રાઇકથી થયુ છે, જે તેમણે 200 ફાઇટર જેટ્સની મદદથી કર્યુ હતુ. ઇઝરાયલ અને ઇરાન ન્યુક્લિયર સ્ટેશન નતાંજ અને ફોરદો અને સૈન્ય અડ્ડા પર એટેક કર્યો હતો.