- ઈઝરાયલે ગત 24 કલાકમાં પોતાના બે સૌથી મોટા દુશ્મનોને ઠાર માર્યા
- હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લા કમાન્ડર ફઉદ શુકર હણાયા
- ગત વર્ષે ઈઝરાયલમાં થયેલા આતંકી હુમલાનો બદલો લઈ લીધો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા નવ મહિના કરતાં વધુ સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બુધવારે સવારે ઈઝરાયલે એના સૌથી મોટા કટ્ટર દુશ્મન એવા હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઈરાનની રાજધાની તહેરાનમાં મોતને ઘાટ ઉતાર્યો હતો જ્યારે બીજીબાજું 40 કરોડના ઈનામી હિઝબુલ્લાના કમાન્ડર ફઉદ શુકરને પણ ઠાર માર્યો છે.
કોણ હતો ફઉદ શુકર ?
ઈઝરાયલ એક પછી એક પોતાના બે મોટા દુશ્મનોનો ખાત્મો બોલાવી દીધો છે. હિઝબુલ્લાના કમાન્ડ઼ર ફઉદ શુકર અને હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનું મોત થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે હમાસ અને હિઝબુલ્લા ઈઝરાયલને નકશામાંથી સમાપ્ત કરવા ઈચ્છતા હતા. ઈઝરાયલ વિરુદ્ધ ઘણા મોટા હુમલા આપી ચુકેલા ફઉદ શુકરની શોધ ઘણા લાંબા સમયથી અમેરિકાને પણ હતી. ગત કેટલાક દાયકાઓથી આની શોધખોળ ચાલુ રાખી હતી. હિઝબુલ્લા માટે રણનીતિ બનાવવી અને તેને અંજામ આપવા માટે તે કામ કરતો હતો. ફઉદ શુકરના માથે 40 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર હતું. ઈનામની રકમ માટે હિઝબુલ્લા કમાન્ડરનું કદ એ વાતથી લગાવી શકાય છે. આ દરમિયાન ઈઝરાયલની સેનાએ દાવો કર્યો કે તેને ઘણા માસૂમોના મોતનો બદલો લઈ લીધો છે. ફઉદ શુરને મારી નાખ્યો છે.
મળતી માહિતી પ્રમાણે લેબનોના આતંકી સંગઠન હિઝબુલ્લાના સિનિયર કમાન્ડર અને બેરુત પર ઈઝરાયના હુમલાના ટાર્ગેટ બનેલા ફઉદ શુકરને આતંકી સંગઠનના વડાના સલાહકાર મનાતો હતો. વર્ષ-1983માં બેરુતમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અમેરિકી સરકાર અને ફઉદ શુકરની શોધ હતી. ઉલ્લેખનીય છે કે બેરુતમાં થયેલા આ હુમલામાં 300 સૈનિકો અને ફ્રાંસિસી સૈનિકો મર્યા હતા. જો કે, હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે શું ફઉદ શુકર ઈઝરાયલી હુમલામાં હણાયો છે કે નહીં. આ સિવાય ફઉદ શુકર પર ઈઝરાયલના ગોલન હાઈટસ વિસ્તારમાં ફુટબોલ ગ્રાઉન્ડ પર હુમલો કરવાનો આરોપ છે. આ હુમલામાં 12 બાળકોનાં મોત થયા હતા. ત્યારબાદ ઈઝરાયલે ફઉદ શુકરને મારવાનો નિર્ણય લઈ લીધો હતો.
ફઉદ શુકર ઘણા હુમલાનો માસ્ટર માઈન્ડ
ઉલ્લેખનીય છે કે ફઉદ શુકરને મારવા ઈઝરાયલે લેબનોનની રાજધાની બેરુત પર ઘણા હવાઈ હુમલા કર્યા હતા. ફઉદ શુકરને હિઝબુલ્લા નેતા હસન નસરલ્લાહના સાગરિત અને ભરોસાપાત્ર મનાય છે. વર્ષ-2016માં સીરિયામાં સિનિયર હિઝબુલ્લા કમાન્ડરની હત્યા કરાઈ હતી. ત્યારબાદ ફઉદ શુકરે એનું સ્થાન લીધું હતું. વર્ષ-1983માં બેરુતના એક બેરેકમાં હુમલો કર્યો હતો. આ હુમલો જ્યાં થયો ત્યાં ફ્રાંસ અને અમેરિકાના સૈનિકો તૈનાત હતા. ઉલ્લેખનીય છે કે ફઉદ શુકર સિવાય ઈઝરાયલે આજે હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને પણ ઠાર માર્યો છે.


