- મિડલ ઈસ્ટમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ
- ઈઝરાયલ તેના બંધકોને છોડાવવા ગમે તે કરવા તૈયાર
- પશ્ચિમી યમનમાં હૂતીઓના સેંકડો ઠેકાણા પર ઈઝરાયલનો ભારે હુમલો
મિડલ ઈસ્ટમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ તો ચાલી રહ્યું છે, એવામાં હૂતી બળવાખોરોએ ઈઝરાયલના શહેર તેલ અવીવમાં ઘાતક ડ્રોનથી હુમલો કર્યો હતો. આના વળતા જવાબમાં ઈઝરાયલે પણ યમનમાં બળવાખોરોના જૂથના ઘણાબધા સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. હૂતીઓના ગઢ મનાતા પશ્ચિમી બંદર શહેર હુદયદાહમાં અનેક ઠેકાણાઓ પર હુમલો કરાયો હતો. તાજેતરમાં ઈઝરાયલ પર કરેલા સેંકડો હુમલામાં આ વળતી કાર્યવાહી કરાઈ છે.
ઓઈલ સ્ટોરેજ અને પાવર પ્લાન્ટ્સ ટાર્ગેટ કરાયો
હૂતી બળવાખોર જૂથના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, યમન પર “ઇઝરાયેલે હુમલો” કર્યો છે. જેમાં ઇંધણ સંગ્રહ સુવિધાઓ અને પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. અબ્દુલસલમે કહ્યું કે ઈઝરાયેલ આ હુમલાઓ દ્વારા લોકોની તકલીફ વધારવા માંગે છે. તેમણે કહ્યું કે આ હુમલો યમન પર ગાઝાને સમર્થન આપવાનું બંધ કરવા માટે દબાણ બનાવવા માટે પણ કરવામાં આવ્યો હતો. અબ્દુલસલમે કહ્યું કે હુમલાઓ યમનના લોકો અને તેના સશસ્ત્ર દળોને ગાઝાને ટેકો આપવા માટે વધુ મજબૂત કરશે.
જવાબમાં ઘણા ઘાતક હુમલા કરવાની ધમકી
યમનમાં સુપ્રીમ રાજકીય કાઉન્સિલના નેતાએ સોશિયલ મીડિયા પર લખેલી એક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે આના વળતા જવાબમાં ઘણા ઘાતક હુમલા કરાશે. યમનમાં હૂતી બળવાખોરો દ્વારા નિયંત્રીત મીડિયા જૂથે જણાવ્યું કે ઈઝરાયલ બંદર પર ઓઈલ અને ડીઝના સ્ટોરેજ પર ટાર્ગેટ કરાયો હતો. જેના લીધે ઘણા લોકોનાં મોત થયા હતા અને ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. આગળ જણાવ્યું કે આ હુમલાથી બંદર પર આગ લાગી હતી અને વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. યમનના આરોગ્ય વિભાગે જણાવ્યું કે ઈઝરાયલના વળતા હુમલાથી સેંકડો લોકોનાં મોત થયા છેય અને બીજા લોકો ઈજાગ્રસ્ત છે. પરંતુ તેઓએ આ અંગે વધુ જાણકારી નહોતી આપી.


