ઈઝરાયલની સેના પર સામાન્ય લોકો પર ગોળીબાર કરવાનો આરોપ છે. ગાજાના સિવિલ ડિફેન્સ વિભાગે જણાવ્યું હતું કે ખાવાનું લેવા માટે ઉભેલા ફિલિસ્તાનીઓ પર લોકોએ ગોળીબાર કર્યો હતો. જેમાં 45 લોકોના મોત નિપજ્યા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા.
એક રિપોર્ટ પ્રમાણે સિવિલ ડિફેન્સ વિભાગના પ્રવક્તા મહમૂદ બસલે જણાવ્યું હતું કે તમામ ઘાયલો અને મૃતકોને પહેલા અલ-માવાસી વિસ્તારની રેડ ક્રોસ હોસ્પિટલ અને પછી નાસિર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. લોકો રફાહના રાહત કેન્દ્રમાં જમવા માટે ભેગા થયા હતા. જ્યારે તેઓ અલ-આલમ રાઉન્ડ અબાઉટની પાસે પહોંચ્યા તો ઈઝરાયલી સૈનિકોએ ફાયરીંગ શરૂ કરી દીધું.
ઈઝરાયલની સેનાએ શું કહ્યું?
ઈઝરાયલની સેનાએ કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. હજી સુધી તેમને પુરતી માહિતી મળી નથી. ગાજામાં લોકો પહેલેથી જ ભૂખ અને મદદ માટે તકલીફમાં છે. એવામાં આ ઘટના પરિસ્થિતિને વધારે દુખી અને ગંભીર બનાવી રહી છે.
ફિલીસ્તાનીઓએ શું કહ્યું
ફિલીસ્તાનીઓએ કહ્યું કે ગયા મહિને જ્યારથી અમેરિકા અને ઈઝરાયલ સમર્થિત સંસ્થાઓએ ખાવાના કેમ્પ શરૂ કર્યા હતા. ત્યારથી ઘણી વખત ઈઝરાયલી સૈનિકોએ ભોજન લેવા માટે આવેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. સ્થાનિય ડોક્ટરો અને અધિકારીઓનું કહેવું છે કે આ હુમલામાં હજી સુધી કેટલાય લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે.