- હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને હવે 10 મહિના પસાર
- ઈઝરાયલી સૈન્યના વધુ એક ભીષણ હવાઈ હુમલામાં પાંચ બાળકો અને તેના માતા-પિતા સહિત 17 લોકોનાં મોત
- અમેરિકા, કતાર અને ઈજિપ્તની મધ્યસ્થી છતાં નક્કર પરિણામ નહીં
હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને હવે 10 મહિના પસાર થઈ ગયા છે. છતાં ગાઝા પર ઈઝરાયલના હુમલા હજી રોકાઈ નથી રહ્યા. ઈઝરાયલી સૈન્ય સતત ગાઝા પટ્ટીમાં મિસાઈલોથી મોત વરસાવાનું ચાલુ રાખ્યું છે. ગત રાત્રે થયેલા ગાઝા પટ્ટી પર ઈઝરાયલી સૈન્યના વધુ એક ભીષણ હવાઈ હુમલામાં પાંચ બાળકો અને તેના માતા-પિતા સહિત 17 લોકો મોતને ભેટયા છે.
અમેરિકા, કતાર અને ઈજિપ્તના ઘણા કરાર થયા હોવાની આશા છે, પરંતુ મહિનાઓથી હજી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. જેથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ ચાલુ છે. મંગળવારની રાત્રે એક હુમલો મધ્ય ગાઝાના નુસીરત શરણાર્થી શિબિરમાં એક ઘર પર થયો. નજીકની એક ખાનગી હોસ્પિટલના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં 11 વર્ષનાં પાંચ બાળકો અને તેઓનાં માતા-પિતાના મોત થયા હતા.
સતત આ રીતના ભીષણ હુમલાના શરૂઆતથી ચાલુ છે. જ્યારે હવે ગાઝાનો દરેક વિસ્તાર નષ્ટ થઈ ચુક્યો છે, તેમજ મોટી ગગનચુંબી ઈમારતો પણ સ્મશાન જેવા ખંડેર બની ગયા છે. પેલેસ્ટાનના અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયલ તરફથી આ હુમલા એવા સમયે થયા છે જ્યારે 10 મહિનાથી ચાલુ લડાઈમાં યુદ્ધવિરામ પર પહોંચવા નવેસરથી બેઠકોનો દોર શરૂ થઈ રહ્યો છે.
ગાઝાની સ્થિતિ પીડાજનક
મળતી માહિતી અનુસાર, આ મૃતદેહોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. બે વર્ષનાં બાળકનું માથું ધડથી અલગ થઈ ગયું છે. શરણાર્થી શિબિરમાં બુધવારે સવારે એક હુમલામાં ચાર લોકોનાં મોત થયા હતા. તેમજ ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે દક્ષિણી ખાન યુનુસ શહેરમાં ચાર લોકોનાં મૃતદેહો મળ્યા છે. મંગળવારે મોડી સાંજે થયેલા હુમલામાં તેનું મોત થયું હતું. ઈમરજન્સી સેવાના જણાવ્યા પ્રમાણે લાહિયા શહેરમાં પણ ઈઝરાયલી હુમલામાં બે લોકોનાં મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.


