- હમાસના દાવા પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે આપ્યું નિવેદન
- “આ આંકડો ગાઝામાં માર્યા ગયેલા નાગરિકો અને હમાસ બંનેના”
- યુદ્ધવિરામ પર ચર્ચા કરવા કાહિરા જશે મોસાદના ચીફ
હમાસ સંચાલિત ગાઝા આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે છેલ્લા 24 કલાકમાં સ્ટ્રીપમાં 112 લોકો માર્યા ગયા છે. આ સાથે જ ચાલી રહેલા યુદ્ધમાં મોતને ભેટેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા વધીને 28,775 થઈ ગઈ છે. ઇઝરાયલના સ્થાનિક અખબારે અહેવાલ આપ્યો છે કે આ આંકડાઓ સ્વતંત્ર રીતે ચકાસી શકાય તેમ નથી. ગાઝામાં માર્યા ગયેલા નાગરિકો અને હમાસ બંનેના આ આંકડા છે.
ઇઝરાયેલનો દાવો છે કે આ આંકડામાં આતંકવાદી જૂથોના પોતાના રોકેટ મિસફાયરના પરિણામે મૃત્યુનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)નું કહેવું છે કે 7 ઓક્ટોબરે તેણે ગાઝામાં લગભગ 11 હજાર આતંકવાદીઓ સિવાય ઈઝરાયલમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે.
કાહિરા જઈ રહ્યા છે મોસદ ચીફ
હમાસના કબ્જા માંથી બંધકોને છોડાવવાને લઈને ચર્ચા કરવા ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના ચીફ ડેવિડ બાર્નિયા આ અઠવાડિયે કાહિરાની મુલાકાત લેશે. આ ચર્ચામાં અમેરિકા કતાર અને ઈજીપ્ત પણ સામેલ છે. બાર્નિયા પ્રસ્તાવિત યુદ્ધવિરામ માટે કાહિરામાં કતાર અને ઇજિપ્તના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે, જે ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલ ઇઝરાયેલી બંધકોની મુક્તિ પણ શક્ય બનશે.
શાંતિ વાટાઘાટો પર શંકા હતી અને એવા અહેવાલો હતા કે ઇઝરાયલી સૈનિકો રફાહ સરહદમાં પ્રવેશ્યા પછી ઇજિપ્ત ચર્ચામાંથી ખસી જશે, પરંતુ ઇજિપ્તના વિદેશ પ્રધાન સમેહ શૌકરીએ આવી અટકળોને નકારી કાઢી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે 6 સપ્તાહના યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને તેના પર ચર્ચા થઈ રહી છે.
ગુપ્ત અહેવાલો છે કે યુદ્ધવિરામને લઈને હમાસના ટોચના નેતાઓમાં મતભેદો છે. ઇસ્માઇલ હાનિયેહ અને ખાલેદ માશેલ જેવા નેતાઓ કામચલાઉ યુદ્ધવિરામ ઇચ્છે છે, જ્યારે ગાઝામાં ઓક્ટોબર 7ના નરસંહારના કથિત માસ્ટરમાઇન્ડ યાહ્યા સિમવાર અને મોહમ્મદ દેઇફ સહિત અન્ય લોકો કાયમી યુદ્ધવિરામ ઇચ્છે છે. બીજી તરફ ઈઝરાયેલ પણ પોતાની જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા સંમત થઈ ગયું છે.


