- રાફા ક્રોસિંગ બંધ થવાથી વધી લોકોની મુશ્કેલીઃ WHO
- માનવીય સહાયતા પહોંચાડવા માટે આ મહત્ત્વનો રસ્તો
- હોસ્પિટલમાં લોકોની સારવાર બની રહી છે મુશ્કેલ
7 મહિના પહેલા શરૂ થયેલા ઈઝરાયેલની સાથે હમાસની જંગે નવો વળાંક લીધો છે. તેમાં ઈઝરાયેલે હમાસને પૂરી રીતે ખતમ કરવા માટે હમાસની સામે હુમલાને વધારી દીધા છે. ઈઝરાયેલની સેનાએ રાફામાં રહેતા તમામ પેલેસ્ટાઈનીઓને આ હુમલાની ચેતવણી આપવાની સાથે રાફા છોડવાની વાત કહી છે. આ પછી જીવ બચાવવા માટે અનેક લોકો રાફાથી ભાગી ગયા હતા. આ પછી ઈઝરાયેલની સેનાએ 7મેના રોજ રાફામાં એન્ટ્રી કરી અને મિસ્રમાં રાફા ક્રોસિંગને બંધ કરી દીધું.
WHOની તરફથી શું કહેવામાં આવ્યું
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હાલમાં એ વાતની જાણકારી આપી કે ઈઝરાયેલે હમાસની સામે આ જંગની નવી શરૂઆત કરી છે અને તેના કારણે ગાઝામાં લગભગ 10 દિવસથી કોઈ મેડિકલ સપ્લાય મળ્યો નથી. ડબ્લ્યૂએચઓના સ્પોકપર્સને કહ્યું કે ઈઝરાયેલની સેનાએ રાફા ક્રોસિંગને બંધ કરી દીધું છે અને તેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ એમ પણ કહ્યું કે આ હુમલાના કારણે અમને ગાઝામાં છેલ્લે 6મે પહેલા મેડિકલ સપ્લાય મળ્યો હતો.
મિસ્રમાં રાફા ક્રોસિંગને બંધ કરી દેવાયો
સાત મહિના પહેલા એટલે 7 ઓક્ટોબરે શરૂ થયેલી આ લડાઈથી બચવા માટે વધારે પેલેસ્ટાઈનીઓએ રાફામાં આશરો લીધો હતો. તેની પર ઈઝરાયેલે દાવો કર્યો હતો કે સામાન્ય નાગરિકોની વચ્ચે રાફામાં જ હમાસના આતંકીઓએ આશરો લીધો છે. ગાઝાને સંપૂર્ણ રીતે બર્બાદ કર્યા બાદ ઈઝરાયેલી સેના હમાસને ખતમ કરવા માટે રાફા તરફ વધી અને 10 દિવસ પહેલા રાફામાં પ્રવેશ કર્યો. મિસ્રમાં રાફા ક્રોસિંગને બંધ કરી દેવામાં આવ્યું. આ રસ્તો માનવીય સહાયતા માટે મહત્ત્વનો છે.
લોકોના જીવનું જોખમ વધ્યું
મળી રહેલી માહિતિ અનુસાર ક્રોસિંગને બંધ કરવાથી સૌથી વધુ મુશ્કેલી હોસ્પિટલો અને નાના ક્લિનિકને ચાલુ રાખવામાં થઈ રહી છે. કેમકે તેમને ચાલુ રાખવા માટે દર મહિને 1.8 મિલિયન લિટર ફ્યૂઅલની જરૂર રહે છે. કેમકે તેના બંધ થયા બાદથી ફક્ત 1 લાખ 59 હજાર લીટર ફ્યૂલ જ રાફામાં આવ્યું છે જે પૂરતું નથી. તેમણે એમ પણ કહ્યું કે પેલેસ્ટાઈની વિસ્તારમાં હાલના સમયે 36 હોસ્પિટલ છે અને ફક્ત 13 જ હોસ્પિટલ સામાન્ય રીતે કામ કરી રહી છે. તેમાં પણ ફ્યુઅલ ખતમ થવાના આરે છે. જો આવું જ રહેશે તો લોકાના જીવનું જોખમ વધી શકે છે.
ગાઝામાં દુકાળ પડવાની ચેતવણી
મળી રહેલી માહિતિ અનુસાર ઈઝરાયેલે આ મિલિટ્રી ઓપરેશનની નિંદા કરી છે અને કહ્યું કે રાફામાં શરૂ થયેલા આ ઓપરેશનના કારણે અનેક લોકોના જીવને જોખમ છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સીએ ગાઝામાં દુકાળની ચેતવણી આપી છે. આ પછી ઈઝરાયેલથી કેરેમ શાલોમ અને ઈરેજ ક્રોસિંગને પણ લગભગ બંધ કરી દેવામાં આવ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરથી શરૂ થયેલી આ લડાઈમાં પેલેસ્ટાઈની વિસ્તારથી લગભગ 35 હજારથી વધુના મોત થયા છે અને તેમાંથી વધારે નાગરિકો હતા. આ સાથે ઈઝરાયેલમાં 1170 લોકોના મોત થયા છે અને તેમાં પણ વધારે સ્થાનિકો હતો. હમાસે 252 લોકોને બંધક બનાવી લીધા હતા અને તેમાંથી 128 ગાઝામાં બંધકના રૂપમાં છે તો 38ના મોત થઈ ચૂક્યા છે.


