ઈઝરાયલમાં ફરી એકવાર યુદ્ધવિરામ અને બંધકોને છોડાવવાને લઈ વિરોધ પ્રદર્શન તેજ થયું છે. આ પ્રકરણમાં સરકાર વિરુદ્ધ હજારો પ્રદર્શનકારીઓ ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં એકઠા થઈ વિરોધ નોંધાવવા માર્ગો પર ઉતરી પડયાં હતાં. તેઓએ ગાઝામાં બંધક બનાવેલા બંધકોને મુક્તિ માટે મોટા પ્રયાસોની માંગ કરી હતી.
ઈઝરાયેલે ગાઝામાં હમાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ ઉપરાંત નાગરિક જાનહાનિ ઘટાડવાનો પ્રયાસ કરતી વખતે સમગ્ર આતંકવાદી જૂથને ખતમ કરવાના ધ્યેય પણ રાખ્યો છે. યુએનએ જણાવ્યું હતું કે તાજેતરની ઘટનામાં, ગાઝામાં એક શાળા-આશ્રય સ્થળ પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં અમારી એજન્સીના છ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
છ કર્મચારીઓ યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (UNRWA)ના હતા, જે પેલેસ્ટાઈન શરણાર્થીઓને મદદ કરતી એજન્સી છે. યુએને મીડિયા રિપોર્ટ્સને ટાંકીને કહ્યું કે હુમલામાં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા છે. યુએનઆરડબ્લ્યુએએ જણાવ્યું હતું કે પીડિતોમાં આશ્રય મેનેજર અને ટીમના અન્ય સભ્યો પણ સામેલ છે.


