- શાની લોક નામની મહિલાનું થયું હતું અપહરણ
- શાની સાથે દુષ્કૃત્ય કરી તેને મારનાર આતંકી ઠાર
- ઈઝરાયેલી સેનાએ આતંકીને ઠાર કર્યાની પોસ્ટ વાયરલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘ઈઝરાયેલી અને જર્મન મૂળની એક છોકરી જેનું નામ શાની હતું તેને કિડનેપ કરી તેની સાથે દુષ્કૃત્ય અને પછી તેની હત્યા કરી તેની લાશની નગ્ન પરેડ કરાવનાર આતંકીને ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે હણી નાખ્યો છે. એક હુમલામાં આ આતંકીના માર્યા ગયા હોવાની જાણકારી ટ્વિટર X પરની એક પોસ્ટમાં આપવામાં આવી હતી.
7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો અને ઘણા લોકોને મારી નાખ્યા. હમાસે એક મ્યુઝિક ફેસ્ટિવલમાંથી જર્મન-ઈઝરાયલી મૂળની 22 વર્ષીય શાની લોકનું અપહરણ કર્યું, તેને ત્રાસ આપ્યો, પછી તેની હત્યા કરી અને ગાઝામાં તેના નગ્ન શરીરની પરેડ કરાવડાવી આ આતંકીને પછીથી ઈઝરાયેલી સેનાએ મારી નાખ્યો હોવાની જાણકારી સામે આવી છે. હાલમાં, ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સમાચાર આવી રહ્યા છે કે શાનીની માતાને રિકાર્ડા લ્યુકે એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ હમાસ આતંકવાદીને મારી નાખ્યો છે જેણે તેની પુત્રીની હત્યા કરી હતી.
હકીકતે, ગયા મહિને, હમાસના આતંકીઓએ ઇઝરાયેલમાં એક મ્યુઝિક ફેસ્ટિવલ પર કરેલા હુમલામાં લગભગ 260 લોકો માર્યા ગયા હતા. આ ક્રમમાં, તેણે જર્મન-ઇઝરાયેલ મૂળની મહિલા શાની લોકનું અપહરણ કર્યું, તેનો પગ તોડી નાખ્યો અને તેની સાથે ક્રૂરતા પણ કરી. જો આનાથી તેમને સંતોષ ન થયો, તો તેઓએ સમગ્ર ગાઝામાં ઘાયલ અને નગ્ન અવસ્થામાં તેની પરેડ કરી અને રસ્તા પર ઊભેલા લોકો તેના શરીર પર થૂંકતા હતા. ઈઝરાયેલી સેનાએ મહિલાની નગ્ન પરેડ કરાવનાર આતંકવાદીઓમાંથી એકને ઠાર મારવાનો દાવો કર્યો છે.
સોશિયલ મીડિયા એક પોસ્ટ ફરતી જોવા મળી હતી. 22 વર્ષના શનિ લુકનું નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેનો પગ પણ ભાંગી ગયો હતો. એવા પણ અહેવાલ છે કે હમાસ દ્વારા માર્યા ગયા પહેલા તેના પર ગંભીર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો.


