- ઇઝરાયેલે ગાઝાના જબાલિયા કેમ્પમાં તબાહી મચાવી
- આ હુમલામાં એક એન્જિનિયરે તેના પરિવારના 19 સભ્યો ગુમાવ્યા
- આ હુમલાને બાળકીનો અત્યાર સુધીનો સૌથી મોટો હત્યાકાંડ ગણાવ્યો
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 25 દિવસથી ચાલી રહેલ યુદ્ધ અટકવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. હાલના દિવસોમાં ગાઝા પર ઈઝરાયેલના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. અત્યાર સુધીમાં 9500થી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન હાલનાં હુમલામાં ઇઝરાયેલે ઉત્તરી ગાઝામાં જબાલિયા શરણાર્થી શિબિરને નિશાન બનાવ્યું છે જેમાં 50 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં એક એન્જિનિયરે તેના પરિવારના 19 સભ્યો ગુમાવ્યા હતા.
એક જ પરિવારના 19 લોકોના મોત
ઇજનેર મોહમ્મદ અબુ અલ-કુમસાને જબાલિયા શરણાર્થી શિબિર પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં તેના પિતા અને બે બહેનો સહિત પરિવારના 19 સભ્યો ગુમાવ્યા છે. મંગળવારે થયેલા આ હુમલાને આ બાળકીનો અત્યાર સુધીનો સૌથી મોટો હત્યાકાંડ કહેવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, મોહમ્મદ કુમસાન અલ જઝીરામાં બ્રોડકાસ્ટ એન્જિનિયર હતો.
જબાલિયા શરણાર્થી શિબિર હુમલાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે અમારા સમર્પિત SNG એન્જિનિયર મોહમ્મદ અબુ અલ-કુમસાનના પરિવારના 19 સભ્યોને માર્યા ગયેલા જઘન્ય અને અંધાધૂંધ ઇઝરાયેલ બોમ્બ ધડાકાની સખત નિંદા કરીએ છીએ. તે ખૂબ જ દુ:ખદ અને અક્ષમ્ય છે.
ગાઝામાં નરસંહાર
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે જબલિયા હત્યાકાંડ દરમિયાન મોહમ્મદે તેના પિતા, બે બહેનો, આઠ ભત્રીજાઓ અને ભત્રીજીઓ, તેનો ભાઈ, તેના ભાઈની પત્ની અને તેમના ચાર બાળકો, તેની ભાભી અને એક કાકા ગુમાવ્યા હતા. તો બીજી તરફ ગાઝાના પ્રવક્તા ઈયાદ અલ-બાજુમે ખાન યુનિસમાં એક હોસ્પિટલની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે આ ઈમારતોમાં સેંકડો નાગરિકો રહે છે.ઈઝરાયલે આ વિસ્તારને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધો છે. આ નરસંહાર છે. 50થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તેણે ઉત્તર ગાઝામાં હમાસના આતંકવાદીઓ અને તેમના માળખા પર હુમલો કર્યો હતો.


