- ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી ભીષણ યુદ્ઘ યથાવત્
- રફાહ, ગાઝામાં ઈઝરાયલના હુમલામાં સતત વધારો
- ગાઝામાં ભીષણ અરાજકતાનો માહોલ
ગાઝાના આરોગ્ય મંત્રાલયે ઈઝરાયેલી દળો પર રફાહમાં વધુ 10 પેલેસ્ટિનિયનોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલની સેનાએ તંબુઓમાં આશરો લઈ રહેલા લોકો પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે. આ પહેલા ગુરુવારે પણ IDF પર 115 પેલેસ્ટિનિયનોની હત્યા કરવાનો આરોપ છે.
રફાહમાં ઈઝરાયેલી સૈન્ય દ્વારા હુમલો
ગાઝામાં નાગરિકોની હત્યાનો સિલસિલો અટકી રહ્યો નથી. ગાઝામાં 110 નાગરિકોના મોતની આગ ગુરુવારે પણ ઠંડી નહોતી પડી ત્યારે રફાહમાં વધુ 10 પેલેસ્ટાઈનના માર્યા ગયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. જોકે ઘાયલોની સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી.
આ હવાઈ હુમલો દક્ષિણ ગાઝામાં રફાહના ઉપનગર તેલ અલ-સુલતાનમાં અમીરાત હોસ્પિટલની બહાર થયો હતો. આ હુમલો એવા વિસ્તારમાં થયો છે જ્યાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનો આશ્રય લઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલા સમયે પેલેસ્ટિનિયન એક તંબુમાં આશરો લઈ રહ્યા હતા. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ તેમના પર હવાઈ હુમલો કર્યો હતો. આનાથી તમામની હત્યા કરવામાં આવી હતી. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મૃતકોમાં એક હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરનો સમાવેશ થાય છે. ઇઝરાયેલી સેનાએ આ આરોપ પર ટિપ્પણી કરવાની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો.
ગુરુવારે 115 લોકો માર્યા ગયા હતા
આ પહેલા ગુરુવારે પણ રફાહમાં ગાઝાથી ઈઝરાયેલના હવાઈ હુમલામાં 115 લોકો માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રે પણ આની સખત નિંદા કરી હતી. પરંતુ ઈઝરાયેલની સેનાએ આ આરોપને ફગાવી દીધો હતો. ઈઝરાયેલે કહ્યું કે મદદની રાહ જોઈ રહેલા લોકો ઈઝરાયલની સેનાની ગોળીઓથી માર્યા ગયા નથી, પરંતુ નાસભાગ મચી જવાને કારણે અને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.


