હિઝબુલ્લાહ પર થયેલા ભયાનક હુમલા બાદ ઈઝરાયેલે પોતાના દેશમાં ઈમરજન્સી જાહેર કરી છે. 30 સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં ‘સ્પેશિયલ હોમ ફ્રન્ટ સિચ્યુએશન’ની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે નાગરિક વસ્તી પર હુમલાની વધુ સંભાવના હોય ત્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર અલી કરાકીનું મોત થયું છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 492 લોકો માર્યા ગયા હતા
આ પહેલા સોમવારે ઈઝરાયેલી સેનાના હુમલાથી હિઝબુલ્લાહ લડવૈયાઓમાં ફફડાટ ફેલાયો હતો. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 492 લોકો માર્યા ગયા હતા, જ્યારે 1600થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોમાં 35 બાળકો અને 58 મહિલાનો સમાવેશ થાય છે. ઇઝરાયેલની સેનાનો દાવો છે કે તેણે લેબનોનમાં હિઝબુલ્લાહની લગભગ 300 જગ્યાઓ પર એક સાથે બોમ્બમારો કર્યો છે.
લેબનોનમાં લોકોને તાત્કાલિક તેમના ઘર અને ઈમારતો છોડી દેવાની ચેતવણી આપવામાં આવી છે.
આ સાથે લેબનોનમાં લોકોને તાત્કાલિક તેમના ઘર અને ઈમારતો છોડી દેવાની ચેતવણી આપવામાં આવી છે. લેબનીઝ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમના દેશને 80 હજારથી વધુ શંકાસ્પદ ઇઝરાયેલ કોલ મળ્યા છે. જેમાં લોકોને તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. ટેલિકોમ કંપની ઓગેરોના વડા ઇમાદ ક્રીદેહે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે આ પ્રકારના કોલ વિનાશ અને અરાજકતા સર્જવા માટેના મનોવૈજ્ઞાનિક યુદ્ધ જેવા છે.
વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું- અમારી લડાઈ લેબનોનના નાગરિકો સાથે નથી!
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, હું લેબનોનના લોકોને સંદેશ આપવા માંગુ છું. ઈઝરાયેલની લડાઈ તમારી સાથે નથી. અમે હિઝબુલ્લાહ સાથે લડી રહ્યા છીએ, જે તમને લાંબા સમયથી માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તે તમારા લિવિંગ રૂમમાં રોકેટ અને તમારા ગેરેજમાં મિસાઇલો રાખે છે. તેમની સાથે તેઓ આપણા દેશના નાગરિકો પર હુમલા કરી રહ્યા છે. આપણી પોતાની સલામતી માટે આ શસ્ત્રોનો નાશ કરવાનો સમય આવી ગયો છે. એટલા માટે તમને બધાને હિઝબુલ્લાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. મહેરબાની કરીને હવે સુરક્ષિત વિસ્તારોમાં જાવ.
રવિવારે હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર સેંકડો હવાઈ હુમલા કર્યા હતા.
આ પહેલા રવિવારે હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર જોરદાર હુમલા કર્યા હતા. એક રિપોર્ટ અનુસાર, હિઝબુલ્લાએ રવિવારે વહેલી સવારે ઉત્તરી ઇઝરાયેલમાં 100 થી વધુ રોકેટ, મિસાઇલ અને ડ્રોન છોડ્યા, ત્યારબાદ ત્યાં અરાજકતા ફેલાઇ ગઇ. આ હુમલાઓ બાદ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું હતું કે હિઝબુલ્લાહ સતત તેમના લોકોને નિશાન બનાવી રહ્યું છે. જેઝરેલ ખીણમાં 140 થી વધુ રોકેટ અને ડ્રોનનો એક સાથે જબરદસ્ત હુમલો કરવામાં આવ્યો


