- મહિલા ન્યૂઝ એન્કરની કમરમાં હેન્ડ ગન રાખેલી જોઈ શકાય છે
- ઈઝરાયલની એન્કર યુદ્ધ મોરચે પણ ફરજ બજાવી ચુકી છે
- ન્યૂઝ એંકરે હમાસ હુમલો કરશે તેવી આગાહી પણ કરી હતી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા અઢી મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેથી ગાઝા અને ઈઝરાયલ વચ્ચે દૂર-દૂર શાંતિ નજરે નથી પડી રહી. બંને પક્ષો વચ્ચે અત્યાર સુધી હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. વળી લાખો લોકો ભયના માહોલ વચ્ચે જીવવા મજબૂર છે. હવે અહીં ડર એવો હાવી થઈ ગયો છે કે બસ ન પૂછો વાત… એક ઈઝરાયલની ન્યૂઝ એન્કર લાઈવ ટીવી પર જાહેરમાં બંદૂક લઈને આવી ગઈ ગઈ હતી. લાઈવ ન્યૂઝમાં પોતાની કમરમાં હેંડ ગન ખુલ્લેઆમ લઈ જોવા મળી હતી. હવે આ ન્યૂઝ એન્કરનો ફોટો સમગ્ર દુનિયાભરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ઈઝરાયલની બ્રૉડકાસ્ટર ચેનલ-14ની સાથે સમાચાર એન્કર તરીકે કામ કરતી લિટર શેમેશે હમાસ અંગે એક વધુ હુમલાની ચિંતા વચ્ચે લાઈવ ટીવી પર બંદૂક સાથે જોવા મળી હતી. મહિલા એન્કર પોતાની ડેસ્ક પર કમરમાં બંદૂક રાખેલી જોવા મળે છે.
ઈઝરાયલમાં વધતી સુરક્ષા ચિંતાને જોતા અનેક મહિલાઓ પોતાની સાથે હેંડ ગન રાખતી થઈ ગઈ છે. લિટલ શેમેશની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને બંદૂરની રેંજમાં શૂટિંગનો અભ્યાસ કરતા જોઈ શકાય છે. જ્યાં તેને લોકોને પોતાની સાથે હથિયાર રાખવાનું આહવાન કર્યું હતું. આ વાયરલ ન્યૂઝ એન્કર શેમેશે યુદ્ધ મોરચાથી રિપોર્ટિંગ કરતા પોતાની સાથે સૈનિક વર્દીમાં પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં મુક્યો હતો. તેને વર્ષ-2002થી 2005 સુધી ઈઝરાયલ રક્ષા દળ એટલે કે આઈડીએફમાં પોલીસ ડિવિઝનમાં એક ફુલ ટાઈમ લડાકુ સૈનિક તરીકે કામ કર્યું છે. આશરે 100 પુરુષોના યુનિટમાં તે માત્ર પાંચ મહિલાઓ પૈકી એક હતી. આ ઉપરાંત તે અન્ય મોરચે પણ ફરજ બજાવી ચૂકી છે.
આતંકી જૂથ હમાસે શરૂઆતના હુમલા પછી એન્કર શેમેશે ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા વળતા હુમલાની યોજના બનાવી રહ્યાની ચિંતા વ્યક્ત કરી હતી. એક ન્યૂઝના ઈન્ટરવ્યૂમાં આ એન્કરે હમાસ હુમલો કરશે તેવી વાત પણ જણાવી હતી.


