- કોંગ્રેસના MP ધીરજ સાહૂને ત્યાં ITનુ સર્ચ ઓપરેશન યથાવત
- હજી પણ નોટોનો ગણતરી ચાલુ
- જ્વેલરી ભરેલી 3 સૂટકેસ મળી હોવાનું સૂત્રો તરફથી માહિતી
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂ પાસેથી કુબેરનો ખજાનો મળી આવ્યો છે તેમ કહેવામાં કોઇ નવાઇ નહી. કારણ કે આવકવેરા વિભાગે અહીં જ્યારથી રેડ પાડી છે ત્યારથી નોટોના ઢગલે ઢગલા મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 225 કરોડ રૂપિયા મળ્યા છે જો કે હજી પણ નોટોનો ગણતરી ચાલુ છે. ત્યારે શનિવારે પણ આઇટીની રેડ યથાવત છે. પૈસા ગણવા માટે મશીનો ખૂટી પડ્યા તેવી સ્થિતિ ઉભી થઇ છે.
જ્વેલરી ભરેલી બેગ મળી
આવકવેરા વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા અધિકારીઓની એક ટીમ શનિવારે સવારે ત્રણ બેગ સાથે રાંચીમાં ધીરજ સાહુના નિવાસસ્થાનેથી નીકળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેગ સાહુના ઘરેથી મળી આવેલા ઘરેણાંથી ભરેલી હતી.
ક્યાં ક્યાં પાડ્યા દરોડા ?
આવકવેરા વિભાગે સંબલપુર, બોલાંગીર, તિતિલાગઢ, બૌધ, સુંદરગઢ, રાઉરકેલા અને ભુવનેશ્વરમાં દરોડા પાડ્યા હતા. દારૂનો વેપાર કરતી કંપનીએ હજુ સુધી દરોડા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, જ્યારે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ દારૂની કંપની સાથે કથિત રીતે સંબંધ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું પરંતુ તેમનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો હતો. . તો બીજી તરફ રાંચીમાં તેમની ઓફિસના કર્મચારીઓએ જણાવ્યું કે સાંસદ ઉપલબ્ધ નથી.
અત્યાર સુધી કેટલી મળી કેશ ?
મહત્વનું છે કે ઓડિશા સ્થિત ડિસ્ટિલરી જૂથ પર આવેકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. શુક્રવારે સતત ત્રીજા દિવસે 155 કેશ ભરેલી બેગ જપ્ત કરી હતી. જેની કુલ કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જે મળીને અત્યાર સુધીમાં કુલ 225 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. બોલાંગીર જિલ્લામાં સ્થિત સુદાપાડામાં દરોડા પાડવામાં આવ્યા હતા. 156 બેગમાંથી માત્ર 6/7 બેગની ગણતરી થઈ છે.
દરોડા ક્યાં પડ્યા?
સંબલપુર, બોલાંગીર, તિતિલાગઢ, બૌધ, સુંદરગઢ, રૌરકેલા અને ભુવનેશ્વર સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. લક્ષિત ડિસ્ટિલરી જૂથે હજુ સુધી દરોડાની પ્રતિક્રિયા અંગે માહિતી આપી નથી. પશ્ચિમ ઓડિશામાં દેશી દારૂના અગ્રણી ઉત્પાદક અને વિતરક બલદેવ સાહુ એન્ડ ગ્રૂપ ઓફ કંપનીઝ પર દરોડા દરમિયાન, તેમની બોલાંગીર ઓફિસમાંથી 200 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવ્યા હતા. અગાઉ આઇટી ટીમે સુંદરગઢ શહેરમાં સ્થિત સરગીપાલીમાં રહેઠાણો, ઓફિસો અને ડિસ્ટિલરીઓમાં પણ સર્ચ હાથ ધર્યું હતું.
ઓડિશામાં સૌથી મોટી જપ્તી
ભુવનેશ્વરના પલાસાપલ્લી ખાતે આવેલી બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડની કોર્પોરેટ ઓફિસની સાથે કંપનીના અધિકારીઓના રહેઠાણો, કંપનીની ફેક્ટરી અને બૌધ અને રાણીસતી રાઇસ મિલ ખાતેની ઓફિસની પણ સર્ચ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ આઈટી કમિશનર શરત ચંદ્ર દાસે કહ્યું કે ઓડિશામાં આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ જપ્તી હોઈ શકે છે.


