- ITના દરોડા માં 10 લૉકર જપ્ત, કરોડો રોકડા મળ્યા
- અમદાવાદ અને વડોદરામાં સુરક્ષાકર્મીઓની ટીમ સાથે દોઢસોથી વધુ અધિકારીઓની રેડ
- અધિકારીઓએ પ્રાથમિક તપાસમાંજ 200 કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢયા છે
ચૂંટણીની પ્રક્રિયા પુરી થતાંની સાથે આયકર વિભાગની ટીમ એકશન મોડમાં આવી ગઇ છે. શનિવારે વહેલી સવારે માધવ ગૃપના ખુરાના બંધુઓની ઓફીસ અને રહેઠાણ મળીને કૂલ 30 પ્રિમાઇસીસ પર આયકર વિભાગના દોઢસો અધિકારીઓ સુરક્ષા બંદોબસ્ત સાથે ત્રાટક્યા હતા. અમદાવાદ અને વડોદરા ખાતે કન્સ્ટ્રક્શન તેમજ સોલાર પેનાલ બનાવતા ખુરાના બંધુઓએ મોટા બિલ્ડરોને કરોડો રૂપિયાનું ફાઇનાન્સ પણ કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે. અધિકારીઓએ પ્રાથમિક તપાસમાંજ 200 કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢયા છે. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના અશોક ખુરાના , સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યા પણ તપાસ શરૂ કરાઈ છે. સર્ચમાં લક્ઝુરીય સાઇટો પર ઓનમની લેવામાં આવ્યા હોવાની વિગતો પણ અધિકારીઓે મળી છે. દરોડા દરમિયાન 10 બેંક લોકર સીઝ કરવામાં આવ્યા છે. જ્યારે ડીઝીટલ ડેટા પણ મળી આવ્યો છે. આ ઉપરાંત રોકડ રૂપિયા અને ઝવેરાત પણ ડિપાર્ટમેન્ટ દ્વારા કબજે લેવામાં આવ્યું છે અને તેનું વેલ્યુએશન કરવામાં આવશે. અધિકારીઓએ મોબાઇલ ફેન. લેપટોપ. કોમ્પ્યુરર હાર્ડ ડીસ્ક સહિતના ઇક્વીપમેન્ટ પણ કબજે લીધા છે.
દિવાળી ટાણે આયકર વિભાગના અધિકારીઓએ ટાર્ગેટ પૂરુ કરવા માટે ગુજરાતમાં લગભગ તમામ સેક્ટર પર દરોડા પાડીને લગભગ બે હજાર કરોડથી વધુની ગોબાચારી શોધી કાઢી હતી. જેમાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ તથા ગાંધીનગર મોટા બિલ્ડરોને ત્યાં લગભગ અઠવાડીયા સુધી ચાલેલા દરોડામાં ઘણી ગોબાચારી સામે આવી હતી.
આયકર વિભાગે કેમિકલના ટ્રેડર અને ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વગદાર માણસોને પણ ટાર્ગેટ કરીને દરોડા પાડયા હતા. ત્યાર બાદ અંબિકા ફ્ટાકડા પર દરોડા પાડીને મોટી કરચોરી શોધી કાઢી હતી. આ તમામ દરોડાની તપાસ ચાલી રહી છે. જેમાં કરચોરીનો આંકડો વધે તેવી સંભાવના અધિકારીઓ જોઇ રહ્યા છે.
આ તમામ મુવમેન્ટ વચ્ચે ઇનકમ ટેક્સની ટીમ છેલ્લા ઘણા લાંબા સમયથી મોટા ફાઇનાન્સર અને રીયલ એસ્ટેટના મોટા માથા સમાન માધવ ગ્રૂપ પર અધિકારીઓની વોચ હતી. અધિકારીઓ માધવ ગ્રૂપના ખુરાના બંધુઓની આર્થીક ગતિવિધીઓની વિગતો એકત્રિત કરી લીધી હતી પુરતું હોમવર્ક કરીને અધિકારીઓ અમદાવદામાં એસજી હાઇવે ખાતેની ઓફીસ તથા અમદાવાદ અને ગાંધીનગર રોડ પરની અન્ય ઓફીસો તથા ખુરાન ગ્રૂપના ડીરેક્ટરોના ઘરે તથા તેમના વિશ્વાસુઓના ઘરે પણ દરોડા પડયા હતા. પ્રાથમિક દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી સામે આવી રહી છે. હજુ તપાસમાં ઘણા ખુલાશા થાય તેવી સંભાવના છે.
ગાંધીનગરના બિલ્ડર સાથે સંકળાયેલા લોકોને નોટિસો મળી
ગાંધીનગર બિલ્ડર ગૃપની 20 પ્રિમાઇસીસ પર આયકર વિભાગના અધિકારીઓ ત્રાટક્યા હતા. તેમણે સેંકડો કરોના ગોટાળા શોધી કાઢયા હતા. બિલ્ડર સાથે સંકળાયેલા લોકો અને તેમની પાસેથી મકાન ખરીદનાર કે જેમણે ઓન મની તરીકે બ્લેકના લાખો રૂપિયા આપ્યા છે. તેમને આયકર વિભાગની નોટીસો મળી છે. આ ઉપરાંત અમદાવાદના અંબિકા ફ્ટાકડ પર દિવાળી બાદ જે દરોડા પડયા હતા. તેની તપાસમાં મોટા પ્રમાણમાં ફ્ટાકડા ખરીદનાનેપણ આયકર વિભાગની નોટીસો મળી છે. હવે જોવાનું એ રહ્યું કે આ તપાસમાં વધુ ગોટાળા બહાર આવેછે કે કેમ


