- રાયપુરની 2, શિવરંજની અને SG હાઈવે બ્રાન્ચમાં દરોડા
- મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પકડાવાની શક્યતા
- ભારતમાં ફટાકડાના સૌથી મોટા હોલસેલર્સને ત્યાં રેડ
અમદાવાદમાં અંબિકા ફટાકડા સ્ટોરમાં ITની રેડ પડી છે. જેમાં મોડી રાતથી ITનું સર્ચ ઓપરેશન યથાવત છે. તેમાં રાયપુરની 2, શિવરંજની અને SG હાઈવે બ્રાન્ચમાં દરોડા પડ્યા છે. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પકડાવાની શક્યતા છે.
ભારતમાં ફટાકડાના સૌથી મોટા હોલસેલર્સને ત્યાં રેડ
અંબિકા ફટાકડા સ્ટોરમાં આઇટીની રેડ પડતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ આવ્યાપી ગયો છે. આઇટી અધિકારીઓનું હજી પણ સર્ચ ઓપરેશન શરૂ છે. તમે કદાચ આશિષ ખજાનચીનું નામ ક્યારેય નહીં સાંભળ્યું હોય, પરંતુ અંબિકા ફટાકડાના નામથી ચોક્કસ પરિચિત હશો. અંબિકા ફટાકડા એ ભારતમાં ફટાકડાના સૌથી મોટા હોલસેલર્સ પૈકી એક છે અને તેની પાછળ આશિષ ખજાનચીની મહેનત છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આશિષ ખજાનચી વ્યવસાયે એક ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પણ તેમણે ફટાકડા ઉદ્યોગમાં જે કામગીરી કરી તે અદભૂત છે જેના કારણે દેશમાં ફટાકડા ઉદ્યોગમાં ધરખમ પરિવર્તન આવ્યું છે.
1987માં ભારતમાં સૌથી યુવાન CA પૈકી એક બન્યા
આશિષ ખજાનચીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પહેલાં જ સીએનું ભણતર પૂરું કરી દીધું હતું અને 1987માં ભારતમાં સૌથી યુવાન CA પૈકી એક બન્યા હતા. 1990માં તેમણે ધર્મેન્દ્ર એન્ડ ખજાનચી નામે એક સીએ ફર્મની સ્થાપના કરી હતી. જોકે, તેમના નસીબમાં કંઈક અલગ જ લખ્યું હશે, તેથી તેમણે કમલેશ મોદી નામના એક ફટાકડાના વેપારીના પુત્રી સોનલ મોદી સાથે લગ્ન કર્યા. કમલેશ મોદી તે સમયે અમદાવાદમાં અંબિકા ફટાકડા નામે ફટાકડાનો નાનકડો બિઝનેસ કરતા હતા.
આશિષ ખજાનચી સસરાને દિવાળી વખતે ફટાકડાની દુકાનમાં મદદ કરતા
શરૂઆતમાં આશિષ ખજાનચી સસરાને દિવાળી વખતે ફટાકડાની દુકાનમાં મદદ કરતા હતા. રાયપુરમાં તેમની દુકાને જવા લાગ્યા અને તેમને લાગ્યું કે આ બિઝનેસમાં ઘણું કરી શકાય તેમ છે. તે સીએ થયા હતા. ત્યારે તેમના સિસ્ટમમાં ફેરફારની શરૂઆત કરી. સૌથી પહેલા કમ્પ્યુટરાઈઝ્ડ બિલની શરૂઆત કરી. તેના કારણે સમગ્ર ગુજરાતના સેમીહોલસેલર્સ અને રિટેલ ક્લાયન્ટ જોડાયા હતા. શરૂઆતમાં અમદાવાદમાં હાથીજણ નજીક એક સ્ટોરેજ ફેસિલિટી બનાવી અને એડવાન્સ પેમેન્ટ પર સેમી-હોલસેલર્સને ફટાકડા વેચવાનું શરૂ કર્યું હતુ. અને ધીરેધીરે આખા દેશમાં ફેલાઈ ગયા હતા.


